અરે બાપ રે બાપ આને તો જુઓ…! ખતરનાક મગરોથી ભરેલા તળાવ ઉપર એક યુવક દોરડા ઉપર ચાલ્યો… જુઓ વાયરલ વિડિયો…

Published on: 12:15 pm, Tue, 8 August 23

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા સ્ટંટ ના વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. આવો જ એક સ્ટંટ નો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તમે પ્રાણી સંગ્રહાલયમાં ગયા જ હશો ત્યાં સિંહ અને વાઘ જેવા વિકરાળ પ્રાણીઓની સાથે મગર જેવા રાક્ષસો પણ જોવા મળે છે. જોકે તેઓ ખૂબ જ શાંતિથી જમીન પર પડેલા હોય છે એવું લાગે છે કે તેઓ મરી ગયા છે.

પરંતુ વાસ્તવમાં તેઓ જીવિત હોય છે જેવો મોકો મળતા જ કોઈ પણ પર હુમલો કરે છે. એટલા માટે લોકોને આ ભયજનક પ્રાણીથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે. જોકે લોકો સામાન્ય રીતે તેમની નજીક પણ જતા નથી અને કોઈ જોખમ લેતા નથી.

પરંતુ હાલના દિવસોમાં મગર સાથે સંબંધિત એક વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ખરેખર આ વીડિયોમાં એક વ્યક્તિ ખતરો કા ખિલાડી તરીકે જોવા મળી રહ્યો છે, તે કોઈપણ ડર વગર મગરથી ભરેલા તળાવ પર દોરડા પર ચાલવા લાગે છે.

તેને એ વાતનો પણ ડર નથી કે જો તેનું સંતુલન ખોવાઈ જશે અને તે તળાવમાં પડી જશે તો બધા મગર તેનું શું કરશે. આપણે ઘણી વખત ફિલ્મોમાં આવા દ્રશ્યો જોયા હશે પરંતુ વાસ્તવિક માં આવું ભાગ્યે જ કોઈએ જોયું હશે. આ દ્રશ્ય ખરેખર ગૂઝબમ્પ્સ આપી રહ્યું છે.

વીડિયોમાં તમે જોઈ શકો છો કે તળાવના કિનારે કેટલાક મગર આવ્યા છે અને દોરડા પર ઉભેલો એક માણસ તેમને માસનો ટુકડો ખવડાવી રહ્યો છે. આ પછી સ્ટંટ બતાવીને તે તળાવની એક બાજુથી બીજી તરફ દોરડા પર આરામથી ચાલી રહ્યો છે. આ જોઈને ઘણા યુઝર્સે અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "અરે બાપ રે બાપ આને તો જુઓ…! ખતરનાક મગરોથી ભરેલા તળાવ ઉપર એક યુવક દોરડા ઉપર ચાલ્યો… જુઓ વાયરલ વિડિયો…"

Leave a comment

Your email address will not be published.


*