સુરતમાં 20 વર્ષના રત્નકલાકારનું જમ્યા બાદ હાર્ટ એટેક આવતા કરુણ મોત… હજુ મહિના પહેલા જ થયા હતા લગ્ન…

Published on: 4:53 pm, Wed, 27 September 23

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડાક સમયથી હાર્ટ એટેકના બનાવો ખૂબ જ વધી ગયા છે. ખાસ કરીને સુરત શહેર અને રાજકોટ શહેરમાં હાર્ટ એટેકના બનાવો ખૂબ જ વધી રહ્યા છે. ત્યારે સુરતમાં બનેલો વધુ એક હાર્ટ એટેકનો કિસ્સો સામે આવી રહ્યો છે. સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક યુવકનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થયું છે.

જાણવા મળી રહ્યું છે કે, રત્નો કલાકાર જમ્યા બાદ અચાનક જ બેભાન થઈ ગયું હતું. ત્યાર પછી તેનું મોત થયું હતું.જાણવા મળી રહ્યું છે કે 20 વર્ષીય રત્નો કલાકાર જમ્યા બાદ આરામ કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક જ તે બેભાન થઈ ગયું હતું અને પછી તેનું મોત થયું હતું.

મૃત્યુ પામેલા યુવકનું નામ અશોકકુમાર ગણેશપ્રસાદ કુમાર હતો. અશોક પોતાના પરિવાર સાથે કાપોદ્રા પોલીસ સ્ટેશન પાસે શ્રીરામ નગર સોસાયટીમાં રહેતો હતો અને તે રત્નકલાકાર તરીકે નોકરી કરીને પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનતો હતો. અશોકના ત્રણ મહિના પહેલા જ લગ્ન થયા હતા. જાણવા મળી રહ્યું છે કે, અશોક રાત્રે નોકરી કરીને 25 સપ્ટેમ્બરના રોજ સવારે ઘરે આવ્યો હતો.

25 તારીખના રોજ તે બપોરે જમ્યો હતો અને પછી તે સૂઈ ગયો હતો. ત્યાર પછી અશોકની પત્નીએ અશોકને જગાડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે જાગ્યો નહીં. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન અશોકનું મોત થયું હતું.

અશોકના મોતના સમાચાર મળતા જ તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. પોલીસ તપાસમાં જાણવા મળી રહ્યું છે કે અશોકનું હાર્ટ એટેક આવવાના કારણે મોત થવાની શંકા ડોક્ટરે વ્યક્ત કરી છે. અશોકનું પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ તેના મોતનું સાચું કારણ જાણવા મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "સુરતમાં 20 વર્ષના રત્નકલાકારનું જમ્યા બાદ હાર્ટ એટેક આવતા કરુણ મોત… હજુ મહિના પહેલા જ થયા હતા લગ્ન…"

Leave a comment

Your email address will not be published.


*