ખેતરમાં કામ કરી રહેલા પિતાને પાણી આપવા ગયેલા 16 વર્ષના દીકરાને એવું દર્દનાક મોત મળ્યું કે… શરીરના તો ટુકડે ટુકડા થઈ ગયા…

Published on: 6:56 pm, Mon, 24 July 23

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક 16 વર્ષના બાળકનું તેના પિતાની નજર સામે જ દર્દનાક મોત થયું છે. પિતાની આંખોની સામે દીકરાનું મોત થતા જ પિતા આઘાતમાં સરી પડ્યા છે. સમગ્ર ઘટનાને લઈને હાલમાં પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુમાં કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના આજરોજ બપોરના સમયે બની હતી.  જાણવા મળી રહ્યું છે કે ઘટના મધ્યપ્રદેશમાંથી સામે આવી રહે છે. 16 વર્ષનો દીકરો પોતાના પિતાને પાણી આપવા માટે ખેતરમાં પહોંચ્યો હતો. અહીં ખેતરમાં પિતા ટ્રેક્ટરથી જમીન ખેડી રહ્યા હતા.

ત્યારે દીકરો અંકિત પાણીની બોટલ લઈને પોતાના પિતા પાસે પહોંચ્યો હતો. આ દરમિયાન અંકિતના પિતાએ ટ્રેક્ટર ઉભું રાખ્યું હતું. આ દરમિયાન ટ્રેક્ટરની પાછળ જોડેલી રોડાવેટરની બ્લેડ ફરતી હતી. આ દરમિયાન અંકિત રોડાવેટર પર ચડીને પોતાના પિતાને પાણી આપી રહ્યો હતો. આ દરમિયાન અંકિતે ચંપલ પહેર્યા હતા.

ચંપલ ભીના હોવાના કારણે તે અચાનક જ ત્યાંથી લપસીઓ તો જેના કારણે તેનો પગ રોડાવેટરમાં ફસાઈ ગયો હતો. આ દરમિયાન રોડાવેટરની બ્લેડ ચાલુ હતી, આ કારણોસર અંકિત તેમાં ચુંદાઈ ગયો હતો અને તેનું દર્દનાક મોત થયું હતું. પિતા કાંઈ સમજે તે પહેલા તો દીકરા અંકિતના શરીરના ટુકડે ટુકડા થઈ ગયા હતા.

આ ઘટનાની જાણ થતા જ ગામના લોકો ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા. સમગ્ર ઘટના બનતા જ આખા ગામમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસે અંકિતના મૃતદેહના ટુકડા બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા અને સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ખેતરમાં કામ કરી રહેલા પિતાને પાણી આપવા ગયેલા 16 વર્ષના દીકરાને એવું દર્દનાક મોત મળ્યું કે… શરીરના તો ટુકડે ટુકડા થઈ ગયા…"

Leave a comment

Your email address will not be published.


*