ઝડપી ટ્રકની જોરદાર ટક્કરથી કાર બ્રિજ પરથી નીચે પડી, કારમાં સવાર પતિ-પત્નીનું એક સાથે કરુણ મોત… 2 નાના નાના બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી…

Published on: 6:22 pm, Mon, 24 July 23

આજકાલ અકસ્માતની ઘટનાઓ ખૂબ જ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી એક ભયંકર અકસ્માતની ઘટના વિશે આજે આપણે વાત કરવાના છીએ. આ અકસ્માતની ઘટનામાં ટ્રકની જોરદાર ટક્કરના કારણે એક કાર પુલ ઉપરથી નીચે પડી ગઈ હતી. આ અકસ્માતની ઘટનામાં કારમાં સવાર વેપારી અને તેની પત્નીનું મોત થયું છે.

જ્યારે તેમનો 4 વર્ષનો બાળક અકસ્માતની ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. આ ભયંકર અકસ્માતની ઘટના બનતા જ માત્ર ચાર વર્ષનો બાળક મા-બાપ વગરનો થઈ ગયો છે. મળતી માહિતી અનુસાર આ ઘટના મધ્યપ્રદેશમાંથી સામે આવી રહી છે. અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.

ઉપરાંત પોલીસ પણ પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યાર પછી કારમાં ફસાયેલા પતિ-પત્ની અને તેના બાળકને કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ ત્રણેય સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. ત્યાં હાજર ડોક્ટરે પતિ પત્નીને મૃત જાહેર કર્યા હતા.

ત્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ચાર વર્ષના બાળકની સારવાર હાલમાં ચાલુ છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો કાર્તિકેય નામના વ્યક્તિ મોબાઇલનો વેપાર કરતા હતા. જ્યારે તેમની પત્ની કીર્તિ શિક્ષક હતી. તેને સંતાનમાં ચાર વર્ષનો દીકરો છે અને તેનું નામ વિભુ છે. મળતી માહિતી અનુસાર ત્રણેય કારમાં જઇ રહ્યા હતા.

ત્યારે રાત્રે લગભગ 10:00 વાગ્યાની આસપાસ એક ટ્રકે તેમની કારને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે કાર પુલ ઉપરથી સીધી નદીમાં પડી હતી. આ અકસ્માતની ઘટનામાં કાર્તિકેય અને તેની પત્ની કીર્તિનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે વિભુ હાલમાં વેન્ટિલેટર ઉપર છે.

મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, કાર્તિકેયનો મોટો દીકરો અભુ પોતાની દાદી સાથે રહે છે. માતા પિતા નું મોત થઈ ગયું છે તે વાતની જાણ હજુ સુધી અભુને કરવામાં આવી નથી. આ ઘટના બનતા જે આઠ વર્ષના અનેક ચાર વર્ષના બાળકે માતા-પિતાની છત્રછાયા ગુમાવી છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ઝડપી ટ્રકની જોરદાર ટક્કરથી કાર બ્રિજ પરથી નીચે પડી, કારમાં સવાર પતિ-પત્નીનું એક સાથે કરુણ મોત… 2 નાના નાના બાળકોએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી…"

Leave a comment

Your email address will not be published.


*