કોરોના ના કપરા સમયમાં થયું કંઈક એવું કે 15મી ઓગસ્ટનો વિખાઈ ગયો પ્લાન, આ રીતે ઉજવાશે અલગ સ્વતંત્ર દિવસ

કોરોનાવાયરસ ની મહામારી ને કારણે સ્વતંત્રતા દિવસ સમારોહમાં ઘણું બધું અલગ થઈ રહ્યું છે . લાલ કિલ્લા પર થનારા 15 મી ઓગસ્ટના કાર્યક્રમ માટેની તૈયારીઓ છેલ્લા તબક્કામાં છે. મળતી માહિતી મુજબ પ્રધાનમંત્રી લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવવા માટે સવારે લગભગ 7 વાગ્યાને 21 મીનીટે આવશે . આ પેલા ધ્વજારોહણ ની રસી ને હેન્ડેલ કરનારી મહિલા અધિકારીઓનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો છે. લાલ કિલ્લા પર થનારા કાર્યક્રમમાં એ જવાનો રહેશે જેમને કોરોના ટેસ્ટ નેગેટિવ આવ્યા હોય અથવા તો કોરોના ને હરાવીને આવ્યા હોય.

ભારતીય સેનાની ત્રણેય પાંખના જવાનો ગાર્ડ ઓફ ઓનર આપશે

રાષ્ટ્રીય સેલ્યુટ આપવામાં 32 જવાનો અને અનેક અધિકારીઓ હજાર રહશે

ફોટોગ્રાફી કરનાર ફોટોગ્રાફર નો કોરોના ટેસ્ટ થશે

કોરોનાવાયરસ ના કપરા સમયના કારણે આ કાર્યક્રમ ટૂંકો રાખવામાં આવેલ છે. આ દરમિયાન સેનાની ત્રણેય પાંખના જવાનો ગાર્ડ ઓફ ઓનર આપશે . આ કાર્યક્રમમાં 22 જવાનો અને અધિકારીઓ હાજર રહેશે. રાષ્ટ્રીય સેલ્યુટ કાર્યક્રમમાં 32 જવાનો અને અધિકારીઓ હાજર રહેશે .કોરોના પરિસ્થિતિના કારણે ચાર લાઈન માં જવાનો ઉભા રહેશે અને સોશિયલ ડિસ્ટન્સ નું કડક પાલન કરશે . પ્રધાનમંત્રીનું ભાષણ 45 મિનિટથી લઈને દોઢ કલાકનું હોઈ શકે છે.

સલામી દેનારા જવાનો ને રિહર્સલ અને પરેડની તૈયારીઓમાં ભાગ લઇ સીધા પોતાના ઘરે જશે. દિલ્હી પોલીસને મૌખિક આદેશ અપાયો છે કે મોદીની નજીક જઈને ફોટો લેનારા ફોટોગ્રાફર્સના ટેસ્ટ પણ થશે . સરકારી મીડિયા અને એજન્સીઓને બાદ કરતાં કોઇપણ ખાનગી મીડિયાના કૅમેરા નહીં હોય .

લાલ કિલ્લા પર રેમ્પેડ પર આ વખતે ફક્ત 110 લગભગ વિઆઈપી અને વીવીઆઈપી હાજર રહેશે . જ્યાં 400 જેટલા લોકો બેસતા હતા . તમામ સુરક્ષા કર્મીઓને રેપિડ કોરોના ટેસ્ટ બાદ અંદર આવવા દેવામાં આવશે . સ્કૂલના બાળકો નહીં આવે અને ફક્ત એનસીસીના 500 બાળકો આવશે જેમની વચ્ચે 6 ફૂટનું અંતર રહેશે . ઉલ્લેખનીય છે કે આતંકવાદી હુમલાને પગલે એજન્સી સહિત સુરક્ષા એજન્સીઓને એલેટ છે. અને તેના માટે ખાસ વ્યવસ્થા અને તૈયારીઓ કરાઈ છે.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*