શહેરમાં કોરોના નો કહેર સતત વધતો જાય છે . જેના કારણે મ્યુનિસિપાલટી દ્વારા મેડિકલના વિદ્યાર્થીઓને કોરોના ની તાલીમ અપાઈ રહી છે. જોકે કોરોના ના કેસ ના સાચા આંકડાઓ હજુ પણ મ્યુનિસિપલ હેલ્થ વિભાગ સિફતપૂર્વક છુપાવી રહ્યો છે .હેલ્થ વિભાગના સત્તાવાળાઓ ની ઊંચાઈ ફક્ત કોરોના પૂરતી જ સીમિત નથી . પરંતુ કોરોના ના નિયમો વચ્ચે રાત્રે ભેદી રીતે શહેરમાંથી મેલેરિયા, ડેન્ગ્યૂ , ટાઇફોઇડ જેવા રોગ ને નો સાવ અદ્રશ્ય કરી દીધા છે . ચોમાસાનીઅદ્રશ્ય કરી દીધા છે . ચોમાસાની ઋતુમાં મચ્છરજન્ય રોગચાળો મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે નજર પડતો નથી . જ્યારે સત્ય હકીકત એ છે કે એ ઇરાદાપૂર્વક આવા અન્ય રોગચાળાના આંકડા ને છુપાવી રહ્યા છે.
કાબેલ અધિકારીઓને હેડ વિભાગ સોંપવાને બદલે કોરોનાની મહામારી માં પણ ઇન્ચાર્જ વડાને હવાલે વિભાગને સોપાનાર તંત્રની બલિહારી થી કોરોના ના પગલે છેલ્લા ચાર મહિનાથી મેલેરિયા, ડેન્ગ્યૂ જેવા મચ્છરજન્ય રોગચાળો અને ઝાડા-ઉલટી, કમળા જેવા પાણીજન્ય રોગચાળા ની કોઈ માહિતી જાહેર કરાઈ નથી. રોગચાળાના આંકડા નિયમિત જાહેર કરાતા હતા પરંતુ કોરોના ની આડ માં હેલ્થ વિભાગે આ માહિતી પણ આપવાનું બંધ કરી દીધેલ છે.
Be the first to comment