ભારત ની પાસે રાફેલ આવતાં જ પાકિસ્તાન ગભરાયું , દુનિયાભરને કરી રહ્યું છે અપીલ

Published on: 4:37 pm, Fri, 31 July 20

ભારતને રાફેલ લડાકુ વિમાન મળતા જ પાકિસ્તાન ગભરાયું છે.અંબાલા એરપોર્ટ સ્ટેશન પર રાફેલ જેટ ના લેન્ડ થયાના 24 કલાકની અંદર જ પાકિસ્તાનના વિદેશ મંત્રાલય દુનિયાને અપીલ કરવાનું શરૂ કરી દીધું છે. પાકિસ્તાનનું કહેવું છે કે ભારત મોટા પાયા પર સૈન્ય સમતા પ્રાપ્ત કરી રહ્યું છે . તેનાથી ‘દક્ષિણ એશિયામાં આમસ રેસ શરૂ થઈ શકે છે’. પાકિસ્તાન વિદેશ મંત્રાલયના અધિકારીએ એ. ફરૂકી એ કહ્યું હતું કે ભારતે રાફેલ જેટ ખરીદી લીધા છે જે ન્યુક્લિયર વેપણસ પણ લઈ શકે છે. ભારત પોતાના જરૂરિયાત કરતાં વધુ હથિયાર અત્યારે એકત્ર કરી રહ્યું છે. તેમને કહ્યું કે ગ્લોબલ કોમ્યુનિટી આ આમસ બિલ્ડ અપ પર હસ્તશેપ કરવો જોઈએ

Loc નજીક ગોળીબાર અને ટકરાવની વચ્ચે ભારત પહોંચેલા રાફેલ એ પાકિસ્તાન માટે બેચેની પેદા કરી દીધી છે . પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સમુદાય ની સામે પહેલા પણ ભારતની તરફથી હથિયારોના સંયોજન પર રોતું આવ્યું છે. તેનું કહેવું છે કે આ દક્ષિણ એશિયામાં રણનીતિક અને ખરાબ રીતે પ્રભાવિત કરી રહ્યું છે.

રાફેલ લડાકુ વિમાન ચીન અને પાકિસ્તાનના બેવડા મોરચા પર સીધી લડાઇમાં નિર્ણાયક રીતે સાબિત થઇ શકે છે. સાથે સાથ બિન પરંપરાગત રીતે પણ છુપાઈને યુદ્ધ કરી રહેલા દુશ્મન ને ઘરમાં ઘૂસીને તેને નાબૂદ કરવાની ક્ષમતા પણ ધરાવે છે.પાંચ રાફેલ નો પહેલો જથ્થો 29 જુલાઇના રોજ હરિયાણાના અંબાલા એરબેઝ પર પહોંચી ચુક્યો છે . આ ભારત માટે સૌથી અગત્યનું મનાય છે. ભારતમાં આ પ્રવાસ બાદ પાકિસ્તાન હાયતોબા મચાવવાનું શરૂ કરી દીધું છે.