કેજરીવાલે અમિત શાહ સામે સ્વીકારી લીધી ફરી એક વખત શરણાગતિ , અનેક અટકળો થઇ વહેતી

1179

દિલ્હીના રમખાણોના આ કેસમાં દિલ્હી સરકારના વકીલ નથી કરવાનો નિર્ણય કેન્દ્રીય ગૃહ મંત્રાલય પર છોડીને અરવિંદ કેજરીવાલે આશ્ચર્ય સર્જ્યું હતું.આ નિર્ણયના કારણે કેજરીવાલે અમિત શાહની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી લીધી હોવાની વાતો ફરી શરૂ થઈ ગઈ છે.

દિલ્હી પોલીસે છ વકીલોની પેનલ નામ મોકલ્યા હતા . બેંજલ આ નામો મંજુર કરવા કાર્યકારી મુખ્ય મંત્રીશ્રી સિસોદિયા ને કહ્યું હતું પણ સિસોદિયા આ નામ નામંજૂર કરતા બેન્જલ ભડક્યા હતા.

કેજરીવાલે બંને બાજુ પર મૂકીને કેન્દ્રીય ગૃહ મંત્રાલયને દેશના શ્રેષ્ઠ વકીલોની પેનલ બનાવવા કહ્યું છે. આ પેનલમાં કોઈ રાજકીય પક્ષના વકીલો ના હોય ને એ નિષ્પક્ષ હોય એવી વિનંતી પણ કેજરીવાલે કરેલ છે.