માં તે માં..! 4 વર્ષ પહેલા મૃત્યુ પામેલી માતાનું અંગદાન મેળવનાર મહિલાએ આજે માતા બનીને દીકરીનું કન્યાદાન કર્યું… આખી ઘટના વાંચીને આંખોમાં આંસુ આવી જશે…

Surat, Organ Donation: અત્યારે અંગદાન એ મહાદાન છે અને આ સાથે જો જેના અંગો મળ્યા તેની દીકરીનું કન્યાદાન કરવાનો મોકો મળે એવો લાગણી સભર કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. ચાર વર્ષ પહેલા એક મહિલાને ડોક્ટરોએ બ્રેઈનડેડ(brain dead) જાહેર કરી હતી. ત્યારબાદ આ મહિલાની કિડનીનું દાન(Organ Donation) કરાયું, હવે ચાર વર્ષ પછી બ્રેઈનડેડ થયા બાદ સ્વર્ગવાસી થયેલી મહિલાની દીકરીના લગ્ન યોજાયા. આ લગ્નમાં મૃતક મહિલાનું અંગ મેળવનાર મહિલાએ માતા બનીને સ્વર્ગવાસી મહિલાની પુત્રીનું કન્યાદાન(Surat Woman Received Organ Donation Daughter kanyadan) કર્યું હતું.

સુરતમાં આયોજિત આ લગ્નમાં કન્યાદાન સમયે ભાવવિભોર કરનારા દ્રશ્યો સર્જાયા હતા. ન્યુ સીટી લાઈટ માં રહેતા કલ્પેશભાઈ લાકડાવાળા ના પત્ની રાધે કિરણ કલ્પેશભાઈ લાકડાવાળા ચાર વર્ષ પહેલાં 16 જૂન 2019 ની રાત્રે બાથરૂમમાં તેમનો પગ લપસતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેથી તેમને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા જ્યાં તેમને 20 જૂને બ્રેઈનડેડ જાહેર કરાયા.

તેમના પરિવારે તેમનું હૃદય, ફેફસા, કિડની અને આંખો નું દાન કરી છ વ્યક્તિને નવું જીવન આપ્યું હતું. આ દરમિયાન થોડા દિવસ પહેલા રાધે કિરણ બેહનની દીકરી ક્રિષ્નાના લગ્ન હતા. અંગદાનના એક કાર્યક્રમમાં રાધે કિરણ બેહનની કિડની મેળવી નવજીવન મેળવનારા બાયડના જ્યોત્સનાબેન સાથે પરિવારની મુલાકાત થઈ હતી. બંને પરિવાર સંપર્કમાં આવ્યા જેથી કૃષ્ણના લગ્નમાં જ્યોત્સના બેન અને તેમના પરિવારને આમંત્રણ અપાયું.

જ્યોત્સના બહેન અને તેમના પતિ પણ ક્રિષ્ના તેમની જ દીકરી હોય એવા ભાવ સાથે લગ્ન પ્રસંગમાં હાજર રહ્યા હતા. જ્યોત્સના બહેનને પરિવારે લગ્ન પ્રસંગની પૂજા વિધિ માટે બેસવાનું કહેતા તેઓ પણ ખુશ થઈ એમાં બેઠા હતા. તેમજ દીકરી ક્રિષ્નાના કન્યાદાન ની વિધિ પણ પોતે કરી હતી, પોતાની માતાની કિડની જ્યોત્સના બહેનને મેળવી હોય અને તેઓ પોતે કન્યાદાન કરતા હોય ત્યારે દીકરી ક્રિષ્નાને પણ જાણે એમ થાય છે કે તેની માતા પોતાના લગ્ન પ્રસંગમાં હાજર રહી હોય.

ક્રિષ્ના લાકડાવાળા એ જણાવ્યું હતું કે સ્વાભાવિક છે કે દીકરી પરણીને સાસરે જતી હોય ત્યારે તેમની સામે સૌથી પહેલા માં હોય છે. જો કે મારી કમનસીબી હતી કે આ સમયે મારી પાસે મા ન હતી, પરંતુ એક વાતનો સંતોષ હતો કે જેમના શરીરમાં મારી માનું એક અંગ છે તે જ્યોત્સના માસીએ મારું કન્યાદાન કર્યું.

એવું લાગ્યું કે મમ્મી મને કશે ને કશે જુએ છે અને તેમના આશીર્વાદ છે મારી સાથે અને જ્યોત્સના માસીએ મારી માતાની ખોટ પૂરી છે. રાધે કિરણબેન નું હૃદય અને ફેફસા મહારાષ્ટ્રના સતારા ની 25 વર્ષીય રૂપાલીમાં એક કિડની બાયડના જ્યોત્સનાબેન માં અને એક કિડની વડોદરાના રમેશભાઈમાં ટ્રાન્સપ્લાન્ટ કરાયા હતા. તેમજ બંને આંખોનું ચક્ષુ બેંકમાં દાન કરવામાં આવ્યું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*