રાજકોટ(Rajkot): શહેરમાં દિવસેને દિવસે જીવ ટૂંકાવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે હાલમાં બનેલી તેવી ઘટના સામે આવી રહી છે. રાજકોટ ભાવનગર રોડ ઉપર આવેલા ત્રંબા ગામ(Tramba village) ખાતે આયુર્વેદિક કોલેજ(Ayurvedic College) આવેલી છે. આ કોલેજમાં અભ્યાસ કરતો અને હોસ્ટેલમાં રહેતો મૂળ બનાસકાંઠાના(Banaskantha) વડાલી ગામના(Wadali village) 21 વર્ષના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.
મૃત્યુ પામેલો વિદ્યાર્થી તેના માતા પિતાનો એકનો એક દીકરો હતો. અચાનક જ 21 વર્ષના વિદ્યાર્થીઓએ સુસાઇડ નોટ લખીને પોતાનું જીવન ટૂંકાવવી લીધું છે. વિગતવાર વાત કરીએ તો મૃત્યુ પામેલા યુવકનું નામ વશિષ્ટ વિનોદભાઈ પટેલ હતું અને તેની ઉંમર 21 વર્ષની હતી. તેને કોલેજના હોસ્ટેલ રૂમમાં ગળાફાંસો ખાઈ લીધો હતો.
ઘટનાની માહિતી મળતા જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી. વિદ્યાર્થીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યું હતું. ત્યાર પછી વિદ્યાર્થીની રૂમની તપાસ કરવામાં આવી ત્યારે પોલીસને ત્યાંથી વિદ્યાર્થીએ લખેલી સુસાઇડ નોટ મળી આવી હતી.
મૃત્યુ પામેલો વિદ્યાર્થી ત્રંબાગામની મુરલીધર કોલેજમાં આયુર્વેદિક તબીબના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. મૃત્યુ પામેલા વિદ્યાર્થીના પિતા વિનોદભાઈ ખેતી કરે છે. વિદ્યાર્થીઓ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, ‘મમ્મી પપ્પા મને માફ કરજો, પેપર નબળું જતા હું મારી જાતે આ પગલું ભરું છું, કોઈનો વાંક નથી.’
મળતી માહિતી અનુસાર ગઈકાલે મૃત્યુ પામેલો વિદ્યાર્થી પોતાના વતન જવાનો હતો. માતા-પિતા પોતાના એકના એક લાડલા દીકરાની રાહ જોઈને બેઠા હતા અને તેવામાં દીકરાના મૃત્યુના સમાચાર મળતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં થયેલા ખુલાસા મુજબ, ગત 26 અને 27 એપ્રિલના રોજ પરીક્ષા પૂર્ણ થઈ હતી.
આ પછી વિદ્યાર્થી પેપર નબળું ગયો હોવાના કારણે ખૂબ જ ચિંતામાં હતો. હાલમાં તો વેકેશન પડ્યું હતું અને હોસ્ટેલના મોટેભાગના વિદ્યાર્થીઓ હતાને જતા રહ્યા હતા. વશિષ્ટ પણ પોતાના માતા પિતા પાસે ગઈકાલે જવાનો હતો. પરંતુ દીકરો પોતાના માતા-પિતા પાસે જાય તે પહેલાં તેને આ પગલું ભરી લીધું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment