પતિનું મોત થતા પત્ની ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો..! પછી પત્નીએ મન મક્કમ રાખીને એવું સુંદર કાર્ય કર્યું કે… સાંભળીને તમે પણ વાહ વાહ કરશો…

Published on: 1:26 pm, Tue, 9 May 23

આજકાલ સોશિયલ મીડિયા પર અંગદાનનું(organ donation) મહત્વ ના વિડીયો ખૂબ જ જોવા મળે છે. પતિના બ્રેઈન્ડેડ થયાની જાણ થતા તેઓ મૃત્યુ બાદ પણ અન્ય જીવમાં જીવંત રહી શકે, મારા પરિવારનો દીપક ઓલવાઈ રહ્યો છે પરંતુ અન્ય કોઈ જરૂરિયાત મંદના જીવનમાં ઉજાસ થશે. કોઈક પીડિત ને અંગોના ખોડખાંપણ કે તકલીફથી પીડા થી મુક્તિ મળે, તેમનું જીવન ફરીથી પ્રફુલિત બની રહે. આ તમામ બાબતો વિચારીને જ મેં મારા બ્રેઈન્ડેડ(brained) પતિના અંગોનું દાન કરવાનું નિર્ણય કર્યો છે.

આ શબ્દો છે બ્રેઈન્ડેડ રસિક પરમાર ના પત્ની કોકિલા બહેન પરમાર. રસિક પરમાર મૂળ ખેડા જિલ્લાના મહેમદાબાદના વતની ખેત મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા રસિકભાઈ ચાર મેના રોજ ઘરે પરત ફરી રહ્યા. ત્યારે માર્ગ અકસ્માતમાં તેઓને માથાના ભાગમાં ગંભીર પ્રકારની ઈજા પહોંચી હતી. ઈજા અત્યંત ગંભીર હોવાના પરિણામે તેઓને તાત્કાલિક સારવાર માટે અમદાબાદ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં લાવવામાં આવ્યા.

અહીં તબીબો દ્વારા પ્રાથમિક નિદાન કરતા હાલત અતિગંભીર જણાય જેથી તબીબો એ રસિકભાઈ ને આઈ.સી.યુ.માં સઘન સારવાર અર્થે ખસેડવાનો નિર્ણય કર્યો. સિવિલ હોસ્પિટલના તબીબો એ રસિકભાઈ ને બચાવવાના તમામ પ્રયાસો કર્યા, પરંતુ અંતે પ્રભુને ગમ્યું તે જ થયું. તમામ પ્રયત્નો બાદ તેઓને આઠમી મે ના રોજ તબીબો દ્વારા બ્રેઈન્ડેડ જાહેર કરાયા.

બ્રેઈન્ડેડ જાહેર થતાં સિવિલ હોસ્પિટલમાં અંગદાનની સેવા પ્રિય પ્રવૃત્તિઓ માટે કાર્યરત સ્ટેટ ઓર્ગન ટિસ્યૂ એન્ડ ટ્રાન્સલેટ ઓર્ગેનાઈઝેશન ના કાઉન્સેલર્સ દ્વારા રસિકભાઈ ના પત્નીને અંગદાન માટે પરામર્શ કરવામાં આવ્યું. પતિના બ્રેઈન્ડેડ થયાની જાણ થતા જાણે આભ તૂટી પડ્યું હોય તેવી સ્થિતિ કોકિલાબેન ની હતી. આ દુઃખની ઘડીમાં પણ પરોપકારની ભાવના સેવીને તેઓને અન્યોના હિતાર્થે અંગદાનનો જ જન હિતકારી નિર્ણય કર્યો.

આર્થિક રીતે ગરીબ પરંતુ હૃદયથી પરોપકારની ભાવના બાબતે માલેતુજાર કહી શકાય એવા આ પરમાર પરિવારમાં અગાઉ પણ રસિકભાઈના ભત્રીજા નું અંગદાન કરવામાં આવ્યું હતું. તેથી કોકીલા બહેન ને અંગદાનના મહત્વની પણ જાણ હતી. કોકીલા બહેન પરમાર ના આ નિર્ણયથી રસિકભાઈ ની બે કિડની અને એક લીવરનું દાન મળ્યું. જેને સિવિલ મેડિસિટીની જ કિડની હોસ્પિટલમાં દાખલ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યું છે.

સિવિલના સુપ્રીટેન્ડન્ટ ડોક્ટર જોષી એ 108 માં અંગદાનની પ્રતિક્રિયા માં જણાવ્યું કે સમાજમાં વધી રહેલી અંગદાનની જાગૃતિના પરિણામે જ આજે બ્રેઈન્ડેડ દર્દીઓના અંગદાન મેળવીને અન્યોને નવજીવન આપવામાં સફળતા મળી છે. જેના પરિણામે સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ચાર દિવસમાં પ્રતિદિન એક અંગદાન મેળવવામાં સફળતા મળી છે. જેનાથી પ્રત્યે દિન ત્રણ જરૂરિયાત મંદોને નવજીવન મળ્યું છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પતિનું મોત થતા પત્ની ઉપર દુઃખનો પહાડ તૂટી પડ્યો..! પછી પત્નીએ મન મક્કમ રાખીને એવું સુંદર કાર્ય કર્યું કે… સાંભળીને તમે પણ વાહ વાહ કરશો…"

Leave a comment

Your email address will not be published.


*