હે બાપ ધોર કળિયુગ..! વલસાડમાં પિતાએ કુહાડી વડે પ્રહાર કરીને પોતાના દીકરાનો જ જીવ લઈ લીધો… જાણો બાપ-દીકરા વચ્ચે એવું તો શું બન્યું હશે…

Published on: 1:04 pm, Tue, 9 May 23

વલસાડ(Valsad): માં બનેલી એક રુવાટા બેઠા કરી દેનારી ઘટના સામે આવી રહી છે. વલસાડના પારડીના(Pardi) રોહિણીમાં(Rohini) પિતા પુત્ર વચ્ચે જોરદાર બબાલ થતા કંઈક એવી ઘટના બની કે સાંભળીને પગ નીચેથી જમીન સરકી જશે. મળતી માહિતી અનુસાર પિતા પુત્ર વચ્ચે થયેલી બબાલમાં પિતાએ જ પોતાના દીકરા ઉપર કુહાડી વડે પ્રહાર કરીને દીકરાનો જીવ લઈ લીધો હતો.

સમગ્ર ઘટના બન્યા બાદ પિતાની તબિયત લથડી ગઈ હતી. જેથી તેમને સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પારડી પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઘટના અંગે મળતી માહિતી મુજબ વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં રહેતા એક ખેડૂતે તેમની જમીનમાં ઉગાડેલા ઝાડ કપાવ્યા હતા.

જેમાંથી ચાર લાખ રૂપિયાની આવક થઈ હતી. ત્યાર પછી તો ખેડૂત નો દીકરો તે જમીનમાં ઘર બનાવવા માગતો હતો. દીકરો ઘર બનાવવા માટે વારંવાર પોતાના પિતા પાસેથી રૂપિયાની માંગણી કરતો હતો. ઝાડ કપાયા બાદ પિતા પાસે રૂપિયા આવ્યા છે આ વાતની જાણ દીકરાને થઈ ગઈ હતી. તેથી પુત્ર નવું ઘર બનાવવા માટે પોતાના પિતા પાસે રૂપિયાની માંગણી કરતો હતો.

આ વાતને લઈને પિતા પુત્ર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ ગઈ હતી. જોતો જોતા માં બોલા ચાલી એટલી વધી ગઈ કે ગુસ્સામાં ભરાયેલા પિતાએ કુહાડી વડે પોતાના દીકરા ઉપર પ્રહાર કર્યા હતા. આ કારણોસર પિતાના હાથે જ દીકરાનો જીવ ચાલ્યો ગયો હતો. સમગ્ર ઘટના બન્યા બાદ અગ્રણીઓએ તાત્કાલિક ઘટનાની જાણ 108ની ટીમ અને પારડી પોલીસને કરી હતી.

ઘટના સ્થળે પહોંચેલી પોલીસે દીકરાના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું અને સમગ્ર ઘટનાને લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દીકરાનો જીવ લીધા બાદ પિતાની તબિયત બગડી ગઈ હતી. એટલે પિતાને પણ સારવાર માટે વલસાડની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં. હાલમાં તો આ વાતની ચર્ચા ચારેય બાજુ ચાલી રહે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો