રાત્રીભોજન માટે ધાબો શોધી રહેલા મિત્રોને રસ્તામાં નડ્યો ભયંકર અકસ્માત, 3 યુવકના રિબાઈ રિબાઈને મોત… વાતાવરણ મોતની ચીસોથી ગુંજી ઉઠ્યું…

Published on: 4:03 pm, Tue, 9 May 23

Terrible accident: સોમવારના રોજ રાત્રિના સમયે બનેલી એક ભયંકર અકસ્માતની(Terrible accident) ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં બોલેરો કેમ્પર(Bolero Camper) અને ટ્રક વચ્ચે સામસામે જોરદાર ટક્કર થતા ભયંકર અકસ્માતની ઘટના સર્જાઇ હતી. અકસ્માતની ઘટનામાં 3 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને 2 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.

આ અકસ્માતની ઘટના રાત્રિના સમયે 11.40 વાગ્યાની આસપાસ નાગોર શહેરથી જોધપુર જતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર શહેરથી લગભગ 30 km દૂર ખિવંદર પોલીસ સ્ટેશન વિસ્તારના ભાખરવડ પાસે બની હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, બોલેરો કેમ્પર ભાંગીને ભૂકો થઈ ગયો હતો. અકસ્માતની ઘટના બની ત્યારે બોલેરોમાં 5 લોકો સવાર હતા.

જેમાંથી 3 લોકોના તો ઘટના સ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા. જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. બીજી તરફ RJ 23 GB 4517 નંબરના ટ્રકનો ડ્રાઇવર અને અન્ય એક વ્યક્તિ પણ ઇજાગ્રસ્ત થયા છે. વિગતવાર વાત કરીએ તો બોલેરો કેમ્પરમાં સવાર યુવકો જોધપુરથી નાગોર તરફ જઈ રહ્યા હતા.

જ્યારે ટ્રક નાગોરથી જોધપુર તરફ આવી રહ્યો હતો. આ દરમિયાન બોલેરો કેમ્પર અને ટ્રક વચ્ચે સામસામે જોરદાર ઠક્કર થઈ હતી અને અકસ્માતની ઘટના સર્જાઈ હતી. અકસ્માતના પગલે આસપાસના લોકો ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા. ઘટના સ્થળે હાજર લોકોએ ઘટનાની જાણ પોલીસ સ્ટેશનમાં કરી હતી.

ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસની ટીમ મદદ માટે ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારબાદ પોલીસે બોલેરો કેમ્પર માંથી મૃત્યુ પામેલા લોકોના મૃતદેહને બહાર કાઢીને શબઘરમાં મોકલી આપ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્ત થયેલા ચાર લોકોને એમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

અકસ્માતની ઘટના આટલી ગંભીર હતી કે નજરે જોનાર લોકોની તો ચીસો નીકળી ગઈ હતી. અકસ્માતની ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને થતા પરિવારના લોકો તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચી આવ્યા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતની ઘટના કોની ભૂલના કારણે બની તેની હજુ કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રાત્રીભોજન માટે ધાબો શોધી રહેલા મિત્રોને રસ્તામાં નડ્યો ભયંકર અકસ્માત, 3 યુવકના રિબાઈ રિબાઈને મોત… વાતાવરણ મોતની ચીસોથી ગુંજી ઉઠ્યું…"

Leave a comment

Your email address will not be published.


*