રમતા રમતા બાળક પડ્યો સાબરમતી નદીમાં, દીકરાને બચાવવા માતા પાણીમાં કુદી પડી, પછી પિતાએ પણ… જુઓ ઘટનાનો વિડીયો…

Published on: 3:12 pm, Sun, 7 May 23

અમદાવાદ શહેરમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી રહી છે. અમદાવાદના મધ્યમાં આવેલી સાબરમતી નદીના રિવરફ્રન્ટ પર ફરવા દરરોજ અનેક લોકો આવતા હોય છે. ત્યારે રિવરફ્રન્ટ પર ફરવા આવેલા એક પરિવારનો જીવ અધ્ધર થઈ ગયો હતો. અહીં પરિવાર સાથે કંઈક એવી ઘટના બની કે પરિવારે સપનામાં પણ નહીં વિચાર્યું હોય. અહીં રિવરફ્રન્ટ પર એક માસુમ બાળક રમી રહ્યો હતો.

રમતા રમતા બાળક અચાનક જ સાબરમતી નદીમાં પડી ગયો હતો. દીકરાને નદીમાં ડૂબતો જોઈને તેની માતા પણ તેને બચાવવા માટે નદીમાં કૂદી જાય છે. પોતાના દીકરા અને પત્નીને ડૂબતી જોઈને પિતા પણ નદીમાં છલાંગ લગાવી દે છે. સદનસીબે આ ઘટનામાં તમામનો બચાવ થઈ ગયો હતો. આ સમગ્ર ઘટના થોડીક દૂર ઊભેલા એક વ્યક્તિએ પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કરી લીધી હતી.

હાલમાં સોશિયલ મીડિયા પર આ ઘટનાનો વિડીયો ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહ્યો વિડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપતા નજરે પડી રહ્યા છે. હાલમાં વેકેશન ચાલી રહ્યું છે અને આવા સમયમાં અમદાવાદના રિવરફ્રન્ટ પર મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવાર સાથે ફરવા માટે આવતા હોય છે.

મળતી માહિતી અનુસાર આ ચોકાવનારી ઘટના શુક્રવારના રોજ બની હતી. અહીં જુહાપુર વિસ્તારના અંબર ટાવર પાસે રહેતું એકદમ બંદે પોતાના સંતાન સાથે રિવરફ્રન્ટ પર ફરવા માટે આવ્યું હતું. આ દરમિયાન ત્રણ વર્ષનો બાળક રિવરફ્રન્ટની પાળી ઉપર રમતો હતો, ત્યારે તે અચાનક જ સાબરમતી નદીમાં પડી ગયો હતો.

દીકરાને પાણીમાં પડેલો જોઈને તેની માતા પાણીમાં કૂદી ગઈ હતી. પરંતુ દીકરાની માતાને કરતા આવડતું ન હતું. છતાં પણ તે પોતાના દીકરાને બચાવવા માટે પાણીમાં કૂદી પડી હતી. પોતાના સંતાન અને પોતાની પત્નીને પાણીમાં ડૂબતા જોઈને પતિ બંનેને બચાવવા માટે પાણીમાં છલાંગ લગાવી દે છે. ત્યાર પછી પતિએ ગમે તેમ કરીને પોતાના સંતાન અને પોતાની પત્નીનો જીવ બચાવી લીધો હતો.

આ ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યાર પછી પોલીસે સમગ્ર ઘટનાને લઈને કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરી દીધી હતી. હાલમાં ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "રમતા રમતા બાળક પડ્યો સાબરમતી નદીમાં, દીકરાને બચાવવા માતા પાણીમાં કુદી પડી, પછી પિતાએ પણ… જુઓ ઘટનાનો વિડીયો…"

Leave a comment

Your email address will not be published.


*