સોશિયલ મીડિયા પર દરરોજ અનેક વિડીયો વાયરલ થતા હોય છે. તમે જંગલી પશુઓ અને પ્રાણીઓના અનેક વીડિયો સોશિયલ મીડિયા ઉપર જોયા હશે. મિત્રો તમે ઘણા એવા વિડીયો જોયા છે જેમાં જંગલી પશુઓ અથવા તો પ્રાણીઓ મુસીબતમાં ફસાઈ જતા હોય છે. ત્યારે હાલમાં તેઓ જ એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટનામાં બે ઝડપી ટ્રેનની વચ્ચે એક ફસાઈ ગયો હતો. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને ભલભલા લોકોનો શ્વાસ અધ્ધર થઈ ગયો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, કેવી રીતે બે ટ્રેનની વચ્ચે એક ઘોડો ફસાઈ ગયો છે. ઘોડો બે ટ્રેનની વચ્ચે દોડતો જોવા મળી રહ્યો છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ટ્રેનની એક્ઝેટ બાજુમાં એક સફેદ રંગનો ઘોડો દોડતો જોવા મળી રહ્યો છે. ત્યારે અચાનક જ બાજુના ટ્રેક પર બીજી ટ્રેન આવે છે. જેના કારણે ઘોડાને બંને ટ્રેકથી દુર જવાનો મોકો નથી મળતો અને ઘોડો બંને ટ્રેકની વચ્ચે ફસાઈ જાય છે.
ત્યારબાદ ઘોડો ખૂબ જ ગભરાઈ ગયું હોતો અને તે ગભરામણના કારણે બંને ટ્રેક વચ્ચે પોતાનો જીવ બચાવતો દોડતો જોવા મળી રહ્યો છે. ત્યારે ટ્રેનમાં બેઠેલા કેટલાક લોકો ઘોડાને પ્રોત્સાહન આપી રહ્યા છે અને કેટલાક લોકો ઘોડાનો વિડીયો ઉતારી રહ્યા છે. મિત્રો સદનસીબે આ ઘટનામાં ઘોડાને કાંઈ થયું નથી.
જો ઘોડાથી જરાક પણ નાની એવી ભૂલ થઈ હોત તો આજે ઘોડાનો જીવ ચાલ્યો ગયો હોત. આ વિડીયો ક્યાંનો અને ક્યારનો છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી તેથી અમારી વેબસાઈટ ગુજ્જુ રોક્સ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.
वो बच गया क्योंकि न मुड़ा और न ही रुका बस भरोसे के साथ दौड़ता गया। pic.twitter.com/gTZAJAhxRY
— Jaiky Yadav (@JaikyYadav16) November 16, 2022
વાયરલ થયેલો વિડિયો ટ્વિટર પર Jaiky Yadav નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં એક લાખથી પણ વધારે લોકોએ જોયો છે. વાયરલ થયેલો વિડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ઘણા લોકો વિડીયો જોઈને કહી રહ્યા છે કે આ ઘોડો રેલવે ટ્રેક પર ક્યાંથી આવ્યો હશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment