ધન્ય છે ખજૂરભાઈને..! આ બહેન ખજૂરભાઈને ગળે વળગીને “મારો ભાઈ આવ્યો” એમ કહીને રડવા લાગ્યા, ખજૂરભાઈએ વિધવા મહિલાની મદદ કરીને માનવતા મહેકાવી….

મિત્રો તમે બધા ગુજરાતના સોનુ સુદ ગણાતા ખજૂર ભાઈને તો ઓળખતા જ હશો. ખજૂરભાઈ અત્યાર સુધીમાં સેકડો લોકોને ઘર બનાવી દીધા છે. ખજૂર ભાઈ અત્યાર સુધીમાં ઘણા ગરીબ અને જરૂરિયાત મંદ લોકોની મદદ કરી હતી. તેથી આજે ગુજરાતના દરેક લોકો ખજૂર ભાઈના કાર્યને સલામ કરી રહ્યા છે. જ્યારે ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્રની ધરતીમાં વાવાઝોડું આવ્યું ત્યારે આવી પરિસ્થિતિમાં ખજૂર ભાઈ સૌપ્રથમ સૌરાષ્ટ્રના લોકોની મદદ માટે આગળ આવ્યા હતા.

ત્યાર પછી ખજૂર ભાઈ પોતાનું કામ અટકાવ્યું નથી. ખજૂરભાઈ એક પછી એક જરૂરિયાતમંદ લોકોને નવું ઘર બનાવી આપીને તેમનું જીવન સુધારી રહ્યા છે. ઘણા સમય પહેલા ખજૂરભાઈ કેશોદમાં રહેતા હંસાબેન ની સ્થિતિ જોવા માટે તેમના ઘરે પહોંચ્યા હતા. ખજૂર ભાઈ હંસાબેન વિશે વાત કરતા જણાવ્યું કે, તેઓ એક વિધવા મહિલા છે.

હંસાબેન ના પતિના મૃત્યુ બાદ તેમને જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. હંસાબેન જીવનમાં ઘણા બધા સંઘર્ષ કરીને તેમના પરિવારનો ગુજરાન ચલાવતા હતા. મિત્રો હંસાબેનની પરિસ્થિતિ જોઈને તમારી આંખોમાં પણ આંસુ આવી જશે. હંસાબેન ના પતિના મૃત્યુ બાદ તેમના બે દીકરાઓ અને એક દીકરીની તમામ જવાબદારી હંસાબેન ઉપર આવી ગઈ હતી.

હંસાબેન ની દીકરી અભ્યાસ કરતી હતી. જ્યારે ખજૂર ભાઈ હંસાબહેનને મળે છે. ત્યારે હંસાબેન ખજૂરભાઈના ગળે વળગીને મારો ભાઈ આવી ગયો એમ કહીને ચોધાર આંસુએ રડવા લાગે છે. હંસાબેન બે વર્ષથી ખજૂર ભાઈની રાહ જોઈ રહ્યા હતા અને આજે તેમને તેમનો ભાઈ મળી ગયો છે. તેથી તેઓ ખૂબ જ ખુશ થઈ ગયા છે.

ત્યારબાદ ખજૂરભાઈ હંસા બહેન ની બધી પરિસ્થિતિ જાણે છે અને તેમનાથી થાય એટલી હંસા બહેનની મદદ કરી હતી. મિત્રો હંસા બહેને ને માત્ર જીવનમાં એટલું જ જોઈતું હતું કે, તેમના બાળકો સારો અભ્યાસ કરે અને તેમના જીવનમાં અભ્યાસ કરીને આગળ વધે.

હંસાબેન ની પરિસ્થિતિ આટલી ખરાબ હતી કે તેમને પોતાના બે બાળકો અનાથ આશ્રમમાં મૂક્યા હતા. પોતે સાડીમાં સ્ટોન ચોંટાડે છે અને મશીન ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. ખજૂર ભાઈ હંસાબેનની મદદ કરીને સમાજમાં માનવંતાની મહેક ઊભી કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*