મિત્રો તમને બધાને ખબર હશે કે ગીર સોમનાથના તલાલામાં એક કાળજુ કંપાવી દેનારી ઘટના બની હતી. અહીં એક 14 વર્ષની ફૂલ જેવી દીકરી ધૈર્યાનો તેના પિતાએ અને મોટા બાપુજીએ અંધશ્રદ્ધાના કારણે જીવ લઈ લીધો હતો. આ ઘટનાએ ગુજરાતના તમામ લોકોને હચમચાવી દીધા છે. આ સમગ્ર ઘટનાની જાણ થયા બાદ પોલીસે ઘટનાના બંને આરોપીઓની ધરપકડ પણ કરી લીધી છે અને આરોપીએ પોતાનો ગુનો પણ કબૂલી લીધો છે.
હાલમાં તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ વધુ તપાસ કરી રહી છે. મિત્રો એવું જાણવા મળી રહ્યું છે કે આ બંને આરોપીઓનો કેસ લડવા માટે પણ કોઈ વકીલ તૈયાર નથી. તમને જણાવી દઈએ કે ધાવા ગીર ગામના રહેતા ભાવેશભાઈ અકબરી નામના વ્યક્તિએ તાંત્રિક વિધિના નામે પોતાની જ 14 વર્ષથી માસુમ દીકરીનો જીવ લઈ લીધો હતો.
દીકરીને એવું દર્દનાથ મૃત્યુ આપ્યું છે કે સાંભળીને તમારા પણ રુવાટા ઉભા થઈ જશે. આરોપી ભાવિશ અકબરી સુરતથી નવરાત્રીમાં અનુષ્ઠાન કરવા પોતાના ગામ ધાવા ગીર આવ્યો હતો. નવરાત્રીના દિવસોમાં આરોપી ભાવેશ અકબરી અને તેમના મોટાભાઈએ મળીને માસુમ દીકરીનો જીવ લઈ લીધો હતો. મિત્રો તમને જણાવી દઈએ કે આરોપી ભાવેશ અકબરીયે 2018 માં સોશિયલ મીડિયા પર “મેરી બેટી, મેરા અભિયાન” જેવા લખાણ સહિત પોતાની દીકરીનો ફોટો પોસ્ટ કર્યો હતો.
આવી પોસ્ટ મૂકનાર પિતાએ જ જરાક પણ દયા કર્યા વગર પોતાની માસુમ દીકરીનો જીવ લઇ લીધો. દીકરીના પિતાએ અને તેના મોટા બાપુજીએ દીકરીને ખૂબ જ દર્દનાક મૃત્યુ આપ્યું છે. મળતી માહિતી અનુસાર દીકરીને 7 દિવસ ભૂખી તરસી વાડીમાં રાખવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ માસુમ દીકરીની મન ફાવે તેમ ધુલાઈ કરવામાં આવી હતી. દીકરીને એટલું દર્દનાથ મૃત્યુ મળ્યું હતું કે મૃત્યુ બાદ તેના શરીર ઉપર જીવડા પડી ગયા હતા.
એટલું જ નહીં પરંતુ બંને આરોપીએ મળીને પરિવારના કોઈ સભ્યોને ખબર ન પડે કેમ દીકરીના અંતિમ સંસ્કાર કરી નાખ્યા હતા. અને પરિવારના લોકોને કહ્યું કે ચેપી રોગના કારણે દીકરીનું મૃત્યુ થયું છે. 8 ઓક્ટોબર ના રોજ વહેલી સવારે દીકરીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
મિત્રો તમે વિચારી શકો છો કે આ બંનેના મનમાં કેટલી અંધશ્રદ્ધા ભરેલી હોય છે કે પોતાની જ દીકરીનો જીવ લેવાનો આ લોકોનો જીવ ચાલ્યો. આવા લોકોને તો મનુષ્ય કહેતા પણ હવે શરમ આવે છે. આવા લોકો કરતા તો જાનવર પણ સારા હોય. મિત્રો તમે જ કોમેન્ટ કરીને કહો કે આવા નરાધમ સાથે શું કરવું જોઈએ અને તેમને શું સજા મળવી જોઈએ.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment