મિત્રો તમે છેલ્લા ઘણા સમયથી ઘણી એવી ઘટનાઓ સાંભળીએ છીએ જેમાં સ્ટેજ પર ડાન્સ કરતા અથવા તો કોઈ નાટક કરતા વ્યક્તિનું અચાનક મૃત્યુ થઈ જતું હોય છે. ત્યારે હાલમાં બનેલી તેવી જ એક ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટનામાં કબડ્ડી રમતા રમતા અચાનક જ એક યુવક ઢળી પડ્યો હતો અને ત્યારબાદ યુવક સાથે એવું બન્યું કે કોઈએ સપનામાં પણ વિચાર્યું નહીં હોય.
કબડ્ડી રમતો યુવક અચાનક જ ધડી પડ્યો હતો, ત્યારબાદ તે પાછો ઊભો થયો ન હતો. તેથી ત્યાં હાજર લોકો તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા તો તેનું રસ્તામાં જ મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા આજ ચારે બાજુ માતમ છવાઈ ગયો હતો. ઉપરાંત આ ઘટનાનો વિડીયો પણ હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી અનુસાર આ ઘટના રાયગઢમાં આયોજિત છત્તીસગઢીયા ઓલમ્પિક અંતર્ગત કબડ્ડી સ્પર્ધામાં બની હતી. કબડ્ડી રમતી વખતે એક કબડ્ડી પ્લેયર અચાનક ઢળી પડ્યો હતો અને તેનું મૃત્યુ નીપજ્યું હતું. મૃત્યુ પામેલા વ્યક્તિનું નામ ઠંડારામ માલાકર હતું અને તેની ઉંમર 35 વર્ષની હતી.
કબડ્ડી રમતી વખતે ઠંડારામ માલાકર ઇજાગ્રસ્ત થયો હતો. તેના કારણે તે મેદાન પર જ ઢળી પડ્યો હતો. ત્યારે મેદાન પર હાજર અન્ય ખેલાડી હોય તેને ઉભો કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તે ઉભો થયો નહીં. મેદાન પર કોઈ પણ મેડિકલની ટીમ ઉપલબ્ધ ન હતી. ત્યારબાદ ઠંડારામને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા રસ્તામાં તેનું મૃત્યુ નીપજ્યું હતું.
ઠંડારામના મૃત્યુ બાદ સરકારે તેમના પરિવારજનોને 4 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. હાલમાં આ સમગ્ર ઘટના નો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. ઠંડારામના મૃત્યુના કારણે તેના પરિવારજનો અને ગામના લોકોમાં માદમ છવાઈ ગયો છે.
કબડ્ડી રમતા-રમતા અચાનક જ યુવકનું થયું કરુણ મૃત્યુ – જુઓ લાઈવ મૃત્યુનો વિડીયો… pic.twitter.com/WNKVlfZ1yB
— GUJJU ROCKZ (@gujju_rockz) October 13, 2022
ઘટનાના વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે કબડ્ડી રમતી વખતે ઠંડારામ અચાનક જ જમીન પર ઢળી પડ્યો હતો. તેના સાથી મિત્રો તેને ઉભો કરવાનો પ્રયાસ કરે છે પરંતુ તે ઉભો થતો નથી. ત્યારબાદ તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ હોસ્પિટલ પહોંચે તે પહેલા તો રસ્તામાં જ ઠંડારામનું મૃત્યુ થઈ ગયું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment