ગુજરાત રાજ્યમાં જીવ લેવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ડીસા તાલુકાના રાણપુર વચલા વાસ ગામે મોડી રાત્રે ધારદાર વસ્તુ વડે એક યુવકનો જીવ લઈ લેવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની જાણ થતા જ ડીસા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આવી હતી. મૃત્યુ પામેલા વ્યક્તિના મૃતદેહને પીએમ અર્થ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.
સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં વાત કરીએ તો, આરોપી યુવકને થોડાક સમય પહેલા તેની પત્ની છોડીને ચાલી ગઈ હતી. જેના કારણે આરોપી યુવક થોડાક સમય પહેલા સુસાઇડ કરવા માટે કુવામાં કૂદી ગયો હતો. ત્યારે મૃતક વ્યક્તિ ત્યાં હાજર હતો તેને બૂમાબૂમ કરીને આસપાસના લોકોને ઘટના સ્થળે બોલાવ્યા હતા અને કુવામાં પડેલા આરોપીનો જીવ બચાવ્યો હતો.
ત્યારે આરોપી યુવકે તેનો જીવ બચાવનાર યુવકનો જ જીવ લઈ લીધો છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં વચલા વાય ગામે રહેતા અને ખેતી કામ કરતાં પોપટજી ઠાકોરનો જીવ લઈ લેવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર પોપટજી ઠાકોર રાત્રીના સમયે પોતાના ઘરે હતા. ત્યારે તેમના ગામના રહેવાસી મિત્ર નો ફોન આવ્યો હતો.
જેથી તેઓ તેમને મળવા માટે ગામમાં આવ્યા હતા, ત્યાં પહેલેથી જ મોકા ની રાહ જોઈને બેઠેલા સાત થી આઠ વ્યક્તિઓએ પોપટજીભાઈ પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને તેમનો જીવ લઈ લીધો હતો. ત્યારબાદ તેમના મૃતદેહને મંદિર પાસે ફેંકીને ઘટના સ્થળેથી આરોપીઓ ફરાર થઈ ગયા હતા.
ત્યારે ત્યાંથી રસ્તા પરથી પસાર થતા એક રીક્ષા ચાલકે મંદિર પાસે ઇજાગ્રસ્ત હાલતમાં પડેલા એક વ્યક્તિને જોયો હતો. ત્યારબાદ રીક્ષા ચાલે કે આ ઘટનાની જાણ ગામના સરપંચ સહિત સ્થાનિક લોકોને કરી હતી. આ ઉપરાંત આ ઘટનાની જાણ ડીસા તાલુકા પોલીસને પણ કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી.
સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. સમગ્ર ઘટનાને લઈને મૃત્યુ પામેલા વ્યક્તિના કુટુંબિક ભાઈ જણાવ્યું કે, લગભગ ચાર મહિના પહેલા આરોપી રણજીત કુવામાં સુસાઇડ કરવા માટે કૂદીયો હતો. આ સમયે પોપટજી ઠાકોરે તેનો જીવ બચાવ્યો હતો અને હવે તે જ રણજીતે પોપટજી ઠાકોરનો જીવ લઈ લીધો છે. આ ઘટના બનતા જ ચારેય બાજુ માતમ છવાઈ ગયો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment