લખનઉમાં ગુરૂવારના રોજ સાંજે એક 26 વર્ષના વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા વિદ્યાર્થીનું નામ અભિષેક દાદર હતું. અભિષેક MBBSનો વિદ્યાર્થી હતો. તેણે ગુરૂવારના રોજ સાંજે ઈન્ટિગ્રલ યુનિવર્સિટીમાં ગળેફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું હતું.
આ ઘટના બન્યા બાદ અન્ય વિદ્યાર્થીઓએ અભિષેકને ત્યાંથી નીચે ઉતાર્યો હતો અને કેમ્પસ હોસ્પિટલમાં તેને સારવાર માટે લઈ ગયા હતા. ત્યાં હાજર ડોક્ટરે અભિષેકને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે આ સમગ્ર ઘટનાને લઇને અભિષેકના પરિવારજનોને જાણ કરી હતી.
આ ઘટનાની જાણ થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. અભિષેક પાસેથી કોઇપણ પ્રકારની સુસાઇડ નોટ મળી આવી નથી અને અભિષેકે કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું તેની પણ કોઈ માહિતી સામે આવી નથી. સમગ્ર ઘટનાને લઈને વધુમાં જાણીએ તો, ઈન્ટિગ્રલ યુનિવર્સિટીમાં ગુરૂવારના રોજ મોડી સાંજે એક વિદ્યાર્થીએ હોસ્ટેલના રૂમમાં ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું.
આ ઘટના બનતા જ હોસ્ટેલમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. થોડીવાર પછી હોટેલના તમામ વિદ્યાર્થીઓ ત્યાં ભેગા થઇ ગયા હતા અને તમામ વિદ્યાર્થીઓએ ભેગા મળીને અભિષેકના મૃતદેહને નીચે ઉતારીને કેમ્પસ હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. પરંતુ ત્યાં તેને મૃત જાહેર કર્યો હતો.
મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. પોલીસે મૃતક વિદ્યાર્થીનો મોબાઈલ જપ્ત કરી લીધો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment on "MBBSના 26 વર્ષીય વિદ્યાર્થીએ હોસ્ટેલ રૂમમાં ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું – જાણો સમગ્ર ઘટના…"