ગૌ પ્રેમી..! અહીં ગૌમાતા માટે અવેડામાં પાણી નહીં પરંતુ કેરીનો રસ ભરવામાં આવ્યો છે – જુઓ આ અનોખો વીડિયો…

Published on: 5:29 pm, Fri, 10 June 22

આપણા ભારત દેશની અંદર આદિ પુરાણકાળથી ગાયને માતા તરીકે પૂજવામાં આવે છે. આપણા દેશમાં ગાયને “ગૌમાતા” કરીને તેમની પૂજા કરવામાં આવે છે. ગૌમાતામાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ રહેલો છે. તમે ખબર હશે કે સૌપ્રથમ જ્યારે ઘરમાં રસોઈ બને ત્યારે સૌથી પહેલી રોટલી ગાય માતા માટે બનાવવામાં આવે છે.

ઘણા લોકો ગૌમાતાને પોતાના પરિવારના સદસ્યની જેમ સાચવે છે. તમે સોશિયલ મીડિયામાં ગૌમાતાના ઘણા વાયરલ વિડીયો જોયા છે. પરંતુ હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો વીડિયો જોઈને એક ક્ષણ તો તમે પણ ચોંકી ઉઠશે. અવેડામાં ગૌમાતા માટે પાણી ભરવામાં આવે છે.

પરંતુ શું તમે કોઈ દિવસ અવેડામાં ગૌમાતા માટે કેરીનો રસ ભરેલો જોયો છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એકસાથે ઘણી બધી ગાયો અવેડામાં ભરેલો કેરીના રસનું પાન કરી રહી છે.

અવેડામાં ગાયો માટે 800 કિલો કેરીનો રસ અને 600 કિલો ડ્રાયફ્રૂટ નાખવામાં આવ્યું હતું. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને સૌ લોકો ગૌ પ્રેમી વ્યક્તિની ખૂબ જ પ્રશંસા કરી રહ્યા છે.

ગૌ પ્રેમી વ્યક્તિએ ગૌમાતાની કેરીનો રસ પીવડાવવા માટે આખો અવેડો કેરીના રસની છલોછલ ભરી દીધો હતો. આ વીડિયો જોનારા લોકો ગૌ પ્રેમી વ્યક્તિને દુરથી સલામ કરી રહ્યા છે. સમગ્ર દેશમાં આવું પહેલી વખત બન્યું કે, જેને ગૌમાતાને કેરીનો રસ પીવડાવવા માટે આખો અવેડો કેરીના રસથી છલોછલ ભરી દીધો હતો.

આ વિડીયો કરજણ મિયાગામ ખાતે આવેલી પાંજરાપોળ છે. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો લોકોને એટલો પસંદ આવી રહ્યો છે કે વિડીયો લોકો એક બીજાને શેર કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!