ગોંડલમાં મિત્રો સાથે ગાર્ડનમાં રમવા ગયેલા 15 વર્ષના બાળક સાથે ગાર્ડનમાં થયું એવું કે, બાળકનું થયું કરૂણ મૃત્યુ… દરેક માતા-પિતા જરૂર વાંચે…

Published on: 4:21 pm, Fri, 10 June 22

હાલમાં ગોંડલમાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં 15 વર્ષના બાળકનું કરૂણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર મોવિયા રોડ પર રહેતા શ્રમિક પરિવારના 15 વર્ષીય બાળકનું ગઈ કાલે ગાર્ડનમાં કરુણ મૃત્યુ નીપજયું હતું. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

બાળક ઝુલે ઝુલતા ઝુલતા પડી ગયો હતો. આ કારણોસર તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. તેથી તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ અહીં હાજર ડોક્ટરે બાળકને મૃત જાહેર કર્યો હતો. એકના એક દીકરાનું મૃત્યુ થતા પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું અને માતા પિતા ધ્રૂસકે ને ધ્રૂસકે રડી રહ્યા હતા.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા 15 વર્ષીય બાળકનું નામ મહમદહુસેન હતું. મહમદહુસેન વેકેશનના અંતિમ દિવસે પોતાના મિત્રો સાથે કોલેજ ચોક પાસે આવેલા ભગતસિંહજી ગાર્ડનમાં રમવા માટે ગયો હતો. આ દરમિયાન અહીં જિલ્લામાંથી લપસી પડતાં મહમદહુસેન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.

તેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ અહીં હાજર ડોક્ટરે મહમદહુસેનને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાની જાણ થતા બાળકના પરિવારના લોકો હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. પરિવારના એકના એક દીકરાનું મૃત્યુ થતાં માતા-પિતા હોસ્પિટલમાં ચોધાર આંસુએ રડી પડ્યા હતા.

સમગ્ર ઘટનાને લઇને મહંમદહુસેનના પિતાએ જણાવ્યું કે, ગઈ કાલે અમે બાપદીકરો સંગ્રામસિંહજી હાઇસ્કૂલમાં એડમિશન માટે ગયા હતા. ત્યાં મહંમદહુસેનને એડમીશન પણ મળી ગયુ હતું. સોમવારના રોજ તેની શાળા શરૂ થવાની હતી. વેકેશન ખુલવાના બે દિવસ બાકી હતા તેથી તે પોતાના મિત્ર સાથે ગાર્ડનમાં રમવા માટે ગયો હતો.

ગાર્ડનમાં રમતી વખતે તે ઝુલા માંથી પડી ગયો હતો અને આ કારણોસર તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ દીકરાના મિત્રનો ફોન મારા ફોનમાં આવ્યો હતો અને તેને મને આ સમગ્ર ઘટના વિષે જણાવ્યું હતું. પરંતુ હોસ્પિટલમાં દીકરાને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગોંડલમાં મિત્રો સાથે ગાર્ડનમાં રમવા ગયેલા 15 વર્ષના બાળક સાથે ગાર્ડનમાં થયું એવું કે, બાળકનું થયું કરૂણ મૃત્યુ… દરેક માતા-પિતા જરૂર વાંચે…"

Leave a comment

Your email address will not be published.


*