પ્રેમિકાને ખેતરમાં બોલાવીને પ્રેમીએ પ્રેમિકાનો જીવ લઈ લીધો, જાણો જીવ લેવા પાછળનું કારણ…

આજકાલ જીવી લેવાની ઘટનાઓ ખુબ જ વધી ગઈ છે. ત્યારે વાવ તાલુકાના પ્રતાપપુર ગામની સીમમાં અમુક ટકા ભાગમાં ખેતર વાવતા રાજસ્થાનના બાડમેર જિલ્લાના સેડવા તાલુકાના ભાડો ગામના યુવકે તેની પ્રેમિકાને બાજરાના પાકમાં લઇ જઇને પ્રેમિકાનો જીવ લઇ લીધો હતો. ત્યારબાદ પોતાના ગળા પર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને પોતાનો જીવ ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ ઘટના બન્યા બાદ યુવકને સારવાર માટે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના બનતા જ યુવતીના પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી મૃત્યુ પામેલી યુવતીના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યું હતું.

મળતી માહિતી અનુસાર વાવના પ્રતાપપુર ગામમાં હરજીભાઈ નામના વ્યક્તિનો પરિવાર આશરે 10 વર્ષથી ભાગ્યા તરીકે રહે છે. તેમનો 25 વર્ષીય પુત્ર લુભેશ બે મહિના અગાઉ બાજુના ખેતરમાં બાજરીનું વાવેતર પડતો હતો. ત્યારે મંગળવારના રોજ અરજણભાઈ રબારીના ખેતરમાં ભાગ્યા તરીકે રહેતા કાનાભાઈની દીકરી 23 વર્ષીય લાશુને લુભેશે બાજરી વાળા ખેતરમાં બોલાવી હતી.

ત્યારબાદ લુભેશ લાશુનો ધારદાર વસ્તુઓ વડે જીવ લઇ લીધો હતો અને પોતે પણ પોતાનું જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટના બન્યા બાદ ઇજાગ્રસ્ત લુભેશને સારવાર અર્થે પાલનપુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી સમગ્ર ઘટનાને લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર યુવક અને યુવતી બંને એકબીજાને પ્રેમ કરતા હતા. પરંતુ બંને નાતે કૌટુંબીક ભાઈ-બહેને થતા હતા. તેથી બંનેના લગ્ન શક્ય ન હતા. જેથી યુવક-યુવતીને પામી શકે તેમ ન હતો. તેથી તેનો જીવ લઇ લીધો અને પોતે પણ જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*