અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પાસે વીડિયો બનાવીને મૃત્યુની છલાંગ લગાવનાર આઈશાના પતિને 10 વર્ષની જેલ – જાણો સમગ્ર ઘટના

Published on: 2:58 pm, Thu, 28 April 22

અમદાવાદ શહેરમાં 25 ફેબ્રુઆરી 2021ના રોજ સાબરમતી રિવરફ્રન્ટ પાસે આઈશા નામની યુવતીએ પતિના ત્રાસથી કંટાળીને નદીમાં કૂદીને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. આ ઘટના બન્યા બાદ આઈશાના પતિની ધરપકડ કરવામાં આવી હતી અને કોર્ટમાં આ સમગ્ર ઘટનાને લઇને કેસ ચાલી રહ્યો હતો.

ત્યારે આજરોજ આ સમગ્ર ઘટનાને લઇને સેશન્સ કોર્ટે આઈશાના પતિ આરીફને 10 વર્ષની જેલની સજા ફટકારી છે. 1 વર્ષ પહેલા બનેલી ઘટનાનો આજે ચુકાદો આવ્યો છે. મળતી માહિતી અનુસાર સેશન્સ કોર્ટે ચુકાદામાં વાયરલ થયેલો વીડિયો અને વોઇસ સ્પેક્ટ્રોગ્રાફિકને મહત્વના પુરાવા ગણાવ્યા છે. કોર્ટે કહ્યું કે, સમાજમાં ઘરેલું હિંસા ઘટાડવા આરોપીને છોડી ન શકાય.

જ્યારે આઈશાએ પોતાનું જીવન ટુંકાવ્યું તે પહેલા એક વીડિયો પણ બનાવ્યો હતો. તેનો પતિ તેને ત્રાસ આપતો હતો છતાં પણ તે તેના પતિ વિશે પ્રેમના શબ્દો બોલી હસતા હસતા પોતાનું દર્દ છુપાવીને સાબરમતી નદીમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. પોતાનું જીવન ટુંકાવ્યું તે પહેલા તેને પોતાના પતિને પણ ફોન કર્યો હતો. આઈશાએ પોતાના પતિને ફોન કરીને જણાવ્યું હતું કે તે પોતાનું જીવન ટૂંકાવવા જઈ રહી છે.

આ સમગ્ર ઘટના બન્યા બાદ આઈશાના પિતાએ સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં પોતાના જમાઈને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મળતી માહિતી અનુસાર આઈશાના લગ્ન વર્ષ 2018માં રાજસ્થાનના ઝાલોર ખાતે રહેતા આરીફ ખાન સાથે કરવામાં આવ્યા હતા. લગ્ન બાદ સાસરીયા પક્ષ દ્વારા દહેજને લઈને આઈશાને ખૂબ જ ત્રાસ આપવામાં આવતો હતો.

આટલું જ નહીં પરંતુ 2018માં ડિસેમ્બર મહિનામાં આરીફ દહેજ માંગી આઈશા સાથે માથાકૂટ કરી હતી અને તેને પિયરમાં મૂકી આવ્યો હતો. ત્યારબાદ સમાજના લોકોએ ભેગા મળીને સમાધાન કર્યું અને તેને પાછી સાસરિયા લઇ ગયો હતો. ત્યારબાદ આઈશાનો પતિ આરીફ આઈશાના ઘરે આવ્યો હતો અને દહેજ માંગી દોઢ લાખ રૂપિયા લઇ ગયો હતો. ત્યારબાદ આરીફ ફરીથી આઈશાની સાથે માથાકૂટ કરીને તેને અમદાવાદ તેને પિયર માં મૂકી ગયો હતો.

ત્યારબાદ આઈશાએ પોલીસ સ્ટેશનમાં પોતાના પતિ, સાસુ-સસરા સહિતના લોકો સામે ફરિયાદ નોંધાવી હતી અને કોર્ટમાં પણ ડોમેસ્ટિક વાયોલેશનનો કેસ કર્યું હતું. ત્યારબાદ આઈશા બેંકમાં મ્યુચલ ફંડ વિભાગમાં નોકરી કરવા લાગી હતી. ત્યારે 25 ફેબ્રુઆરીના રોજ આઈશાએ પોતાના પતિને ફોન કર્યો ત્યારબાદ વીડિયો બનાવીને સાબરમતી નદીમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પાસે વીડિયો બનાવીને મૃત્યુની છલાંગ લગાવનાર આઈશાના પતિને 10 વર્ષની જેલ – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*