જો કોઈપણ માતાપિતાને પોતાના બાળકોને માર્ગદર્શન આપવું હોય તો માતા-પિતા શિક્ષિત હોવા ખૂબ જ જરૂરી છે. ત્યારે આજે આપણી પાસે અમદાવાદમાં એક પ્રેરણાત્મક કિસ્સો સામે આવ્યો છે. જેમાં 42 વર્ષના પિતા પોતાના 16 વર્ષના દીકરા સાથે ધોરણ 10ની એકઝામ આપશે.
મળતી માહિતી અનુસાર અમદાવાદમાં રહેતા બકુલભાઈના ડોક્ટર મનીષા પરમાર પીએચડી થયેલા છે. આજરોજ રાજ્યમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થવાનો છે. ત્યારે અમદાવાદમાં 42 વર્ષીય પિતા અને 16 વર્ષીય પુત્ર બંને ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આપશે.
અમદાવાદમાં મણીનગર હરિભાઈ ટાવર પાસે રહેતા બકુલભાઈ પરમાર કન્સ્ટ્રક્શનના કામ સાથે સંકળાયેલા છે. બકુલભાઈ પરિવારની જવાબદારી સંભાળવામાં ધોરણ 10 માં પાસ થયા હતા તેથી તેમને અભ્યાસ મૂકી દીધો હતો. 2006માં મનિષાબેન સાથે તેમના લગ્ન થયા હતા. મનિષાબેન શિક્ષક છે.
મનિષાબેન પીએચડી થયેલા છે. તેમને પોતાના પતિને પ્રેરણા આપી હતી કે, તમારે આગળ અભ્યાસ કરવો જોઈએ. ભણવાની કોઇ ઉંમર હોતી નથી, વ્યક્તિ ગમે તે ઉંમરે શિક્ષણ મેળવી શકે છે.
મનિષાબેન એ પોતાના પતિ બકુલભાઈને કહ્યું કે, કોમ્પ્યુટર ટેકનોલોજી માં વિશેષ રસ હોવાથી ધોરણ 10 પાસ થયા બાદ તેમને ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર અથવા તો બેચલર ઓફ કોમ્પ્યુટર એપ્લીકેશન નો અભ્યાસ પૂરો કરવો જોઈએ. બકુલભાઈને પોતાની પત્નીથી જીવનમાં આગળ ભણવાની પ્રેરણા મળી ગઈ છે.
બકુલભાઈનો પુત્ર કનક ભણવામાં ખૂબ જ હોશિયાર છે. બકુલભાઈ પોતાનો અભ્યાસ આગળ વધારવા માટે પોતાના ઘરની નજીક આવેલી નીલકંઠ સ્કૂલ માં પ્રવેશ મેળવ્યો હતો. તેમની બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર જી.વી.સેકન્ડરી છે. સોમવારના રોજ પિતા અને પુત્ર બંને એકસાથે પરીક્ષા કેન્દ્ર ઉપર પરીક્ષા આપવા માટે પહોંચ્યા છે. આ પ્રેરણાદાયી કિસ્સોની ચર્ચા ચારે બાજુ ચાલી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment