છોટા ઉદયપુર નજીક આવેલા બારડોલી કડોદરા રોડ પર મધ્ય પ્રદેશ થી વડોદરા જતી કાર અને એસ.ટી બસ અકસ્માત. અકસ્માતમાં 4 લોકોના મૃત્યુ થયા છે. અકસ્માતમાં કાર ભાંગીને ભૂકો થઇ ગઇ હતી. મળતી માહિતી મુજબ વડોદરાથી છોટાઉદેપુર એસ.ટી.બસ જાહેર આવી હતી.
ત્યારે બારડોલી વડોદરા રોડ પર જતી કાર અચાનક એસટી નિગમની સ્લીપર કોચ બસ સાથે ટકરાઈ હતી. જેમાં કાર ભાંગીને ભૂકો થઇ ગઇ હતી અને બસનો આગળનો ભાગ તૂટી પડ્યો હતો. કારે સ્પીડમાં બસ સાથે ટક્કર મારી કે કારમાં બેઠેલા 4 લોકોના ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયા હતા.
કારમાં બેઠેલા ચારે વ્યક્તિઓ મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર અંગે જાણ થતા આસપાસના લોકો તાત્કાલિક કારમાં બેઠેલા લોકોનો જીવ બચાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી.
તેમજ ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ ઘટનાના કારણે હાઇવે પર ટ્રાફિકજામ થઇ ગયો હતો.
આ ઉપરાંત અયોધ્યા હાઈવે પર રોડ કિનારે એક ખરાબ થઈ ગયેલી ડબલડેકર બસ ઉભી હતી. ત્યારે લખનઉ તરફથી આવી રહેલા એક ટ્રેલરે બસની જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે બસ સવાર અને તેની નીચે સૂઈ રહેલા લોકો ટક્કરની ઝપટમાં આવી ગયા હતા.
ટ્રેલરે બસની એટલી જોરદાર ટક્કર મારી કે આ અકસ્માતમાં લગભગ 18 લોકો મૃત્યુ પામ્યા છે. અકસ્માત દરમિયાન અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમજ ઈજાગ્રસ્ત લોકોને સીએચસીમાં દાખલ કરવામાં આવ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment