લોકો જાગૃત થાય તો પેટ્રોલ સસ્તું મળે જ,નાગરિકોએ એવું કર્યું કે 105 ના બદલે 85 રૂપિયામાં મળ્યું…

84

દેશમાં કોરોનાની મહામારી વચ્ચે અનેક રાજ્યોમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયા ને બહાર પહોંચી ગયા છે. પરંતુ છેલ્લા થોડાક દિવસથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી. કેટલાક શહેરોમાં તો પેટ્રોલ 105 રૂપિયા પ્રતિ લિટર વેચાય છે.

ત્યારે આ બધા વચ્ચે એક ખાસ સમાચાર સામે આવ્યા છે પશ્ચિમ બંગાળની જનતા માટે રાહતના સમાચાર છે. મમતા બેનરજીના રાજ્ય પશ્ચિમ બંગાળમાં પેટ્રોલમાં પ્રતિ લિટરે 20 રૂપિયાનો ઘટાડો થયો છે. જાણો પચીમ બંગાળ માં પેટ્રોલનો ભાવ કેવી રીતે ઓછો થયો.

મળતી માહિતી મુજબ પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં એપીકે અબ્દુલ કલામ કૉલેજમાં ભણતા વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા પેટ્રોલ ડીઝલના વધતા ભાવને લઇને વિરોધ પ્રદર્શન શરુ કર્યું હતું. પેટ્રોલ-ડિઝલના વધતા ભાવનો વિરોધ કરવા માટે તે લોકો એક અનોખો માર્ગ પસંદ કર્યો હતો.

આ બધા જ વિદ્યાર્થીઓએ ત્યાંના લોકોને એક નિશ્ચિત સમય પર એક પેટ્રોલ પંપ પર આવીને કહ્યું જ્યાં ચોક્કસ સમય સુધી 20 રૂપિયા ના ઓછા ભાવે પેટ્રોલ આપવામાં આવ્યું. એટલે કે પેટ્રોલ પુરાવવા આવતા લોકોને 105 રૂપિયાનું પેટ્રોલ 85 રૂપિયામાં આપ્યું.

આ સમયગાળા દરમિયાન 154 લોકોએ પેટ્રોલ પુરાવ્યું હતું. જે લોકો પેટ્રોલ પુરાવા આવે છે તેના કુલ પૈસામાંથી 20 રૂપિયા વિદ્યાર્થીઓએ આપ્યા હતા. એક રિપોર્ટ અનુસાર પેટ્રોલ-ડિઝલના વધતા ભાવને લઇને વિરોધ કરતા વિદ્યાર્થીઓએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે.

પેટ્રોલ અને ડીઝલના સતત વધતા ભાવના કારણે સામાન્ય જનતા ખૂબ જ પરેશાન છે. સરકારની સામાન્ય નાગરિકની આ બધી સમસ્યાઓ વિશે જરૂર વિચારવું જોઈએ. જે માટે અમે લોકો આ રીતે પ્રદેશોને કરી રહ્યા છે. ત્યારે પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે પેટ્રોલ અને ડીઝલની કિંમત નક્કી કરવા માટે વૈશ્વિક બજારમાં ચાલી રહેલા ભાવ આધારે નક્કી કરાય છે.

આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે ભારતની અંદર ની જરૂરિયાત લગભગ 85 ટકા અન્ય દેશો પાસેથી આયાત કરવામાં આવે છે. દેશમાં પેટ્રોલની કિંમત વૈશ્વિક બજારમાં જે કિંમત ચાલી રહ્યું હોય તેના પર નક્કી થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!