દેશમાં કોરોનાની મહામારી વચ્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સતત બે દિવસે પેટ્રોલ-ડિઝલની કિંમતમાં વધારો થતો જોવા મળ્યો છે. રાજ્યમાં પેટ્રોલની કિંમતમાં પ્રતિલીટર 25 પૈસાનો વધારો થયો. અને ડીઝલની કિંમતમાં પણ 25 પૈસાનો વધારો થયો.
ચિંતાજનક વાત એ છે કે અમુક રાજ્યોમાં પેટ્રોલની કિંમત કરતાં તો ડીઝલની કિંમત વધારે છે. અમદાવાદમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 91.54 રૂપિયા પર પહોંચી ગયો છે. અને ડીઝલમાં પ્રતિલીટર 91.99 રૂપિયા છે.
ગાંધીનગરમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 91.74 પૈસા છે. અને ડીઝલનો પ્રતિ લીટર 92.19 રૂપિયા છે. રાજકોટમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 91.31 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવે 91.79 વઉપર પહોંચી ગયો છે.
વડોદરામાં પેટ્રોલનો પ્રતિ લીટર ભાવ 91.21 રૂપિયા છે. ડીઝલનો પ્રતિ લીટર કિંમત નો ભાવ 91.66 રૂપિયા છે. જામનગરમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ ઉપર 91.46 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 91.92 રૂપિયા છે.
જૂનાગઢમાં પેટ્રોલનો ભાવ 92.14 રૂપિયા છે. અને ડિઝલના ભાવમાં 92.61 છે. સુરતમાં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 91.55 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 92.03 રૂપિયા છે. છેલ્લા ચાર દિવસથી પેટ્રોલની કિંમતમાં 4.17 રૂપિયા પ્રતિ લીટર નો વધારો થયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment