કોંગ્રેસે પાસ ના કાર્યકર્તા ને ટિકિટ ના આપતા હવે પાસ કોંગ્રેસની સામે આરપારની લડાઇ લડવા માગે છે. પાસના અલ્પેશ કથીરિયા એ પાટીદાર સમાજના કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પરત ખેંચી લેવા વિનંતી કરી છે. પાટીદાર સમાજનો ઉમેદવાર કોંગ્રેસમાંથી પોતાનું ફોર્મ પરત નહીં ખેંચે.
તેની કાર્યાલય કેમ ખુલે છે તેવી પણ ચીમકી અલ્પેશે ઉચ્ચારી છે.અલ્પેશ કથીરીયા એ સભામાં જણાવ્યું કે આજે આવો મોકો આવ્યો છે કે પરીક્ષા આપણે લઈ શકીએ. આ પરીક્ષા એવી છે કે વર્ષ 2015 માં સુરતમાંથી 36 કોંગ્રેસના કોર્પોરેટરો ચૂંટાયા અને.
તેમાંથી 23 પટેલ સમાજના અને વરાછા વિસ્તારના છે.15 થી આજદિન સુધી એ લોકોએ એવું કહ્યુ કે અમે તમારી સાથે છીએ અને તમારા કારણે જીતીએ છીએ.તમે ન હોત તો અમે ન હોત. આજે આ મંચ પરથી એવી વિનતી કરીએ છીએ કે.
કોઈ પણ વ્યક્તિ એવું માનતા હોય કે તે પાસ અને સમાજની સાથે છે તેમાં જે ઉમેદવાર પણ આવી ગયા અને મહિલા ઉમેદવાર પણ આવી ગયા છે.કોંગ્રેસ નો કોઈ પણ વ્યક્તિ પાટીદાર સમાજમાંથી લડતો હોય તે આવી ગયો.
તે આવનાર બે દિવસમાં ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા છે.એટલે આપણે તેને વિનતી એટલી જ કરીએ છીએ કે બે દિવસમાં જે સમાજની સાથે હોય તે ફોર્મ પરત ખેંચે.અમાં તેની શકતી મપાય જશે એટલે ખબર પડશે કે કેટલાક લોકો સમાજની સાથે છે.
અને કેટલાક પક્ષ ની સાથે છે.અલ્પેશ વધુ માં જણાવ્યું કે બીજી વાત ઘણા લોકો ફોર્મ પરત ખેંચશે અને ઘણા નહિ ખેંચે.ફોર્મ પરત લેવાની તારીખ ના બે દિવસ પછી બીજો રાઉન્ડ શરૂ થશે એટલે તેમાં જેજે લોકોએ ફોર્મ પરત નથી ખેંચ્યા એ લોકોની કાર્યાલય કેમ ખુલી રહી છે.
તેની જવાબદારી આપણી છે. આજે ઘણા ઉમેદવારોએ ફોર્મ ભર્યા અને ઘણાના ફોન આવ્યા કે સાથે છીએ અને આમ તેમ પછી વાયા વાયા બહાના બનાવે છે.પાંચ વર્ષ પૂર્ણ થયા પછી 23 માંથી 1 અને 2 ને બાદ કરતા એક પણ કોર્પોરેટર આ સમાજનો કે પાસ નો આભાર માન્યો નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment