પાસ અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલી ધમાચકડી વચ્ચે હાર્દિક પટેલ જાણો કોને આપ્યો ટેકો? જાણો શું મૂકી પોસ્ટ?

Published on: 3:38 pm, Sun, 7 February 21

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને કોંગ્રેસે છ મહાનગર પાલિકાના ઉમેદવાર જાહેર કરી દીધા પરંતુ શનિવારના રોજ સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલના ખાસ સાથી એવા પાટીદાર અનામત આંદોલન સમિતિના કાર્યકર.

ધાર્મિક માલવિયાને ટિકિટ આપી હતી.ધાર્મિક શનિવારે સવારે પોતાની ટિકિટ મળી હોવાથી ઉમેદવારી નોંધાવશે એવી જાહેરાત કરી હતી. જોકે છેલ્લી ઘડીએ તેઓએ ઉમેદવારી ફોર્મ ભર્યું નથી અને જાહેર કર્યો.

કેસુરતમાં વોર્ડ નંબર 17માં જે પ્રમાણે ટિકિટ માંગી હતી તે પ્રમાણે આપવામાં આવી નથી તેથી ઉમેદવારી ફોર્મ તેઓ ભરશે નહિ.હાર્દિક પટેલના સાથીઓને કોંગ્રેસ સામે બળવો કરવા દરમિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકરી પ્રમુખે કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપ્યું હતું.

કોંગ્રેસના ઉમેદવારને સમર્થન આપી રહ્યું છે તેવું એ માટે લાગી રહ્યું છે કે હાર્દિક પટેલ ફેસબુક પર પોસ્ટ કરીને જણાવ્યું કે, અહંકારી ભાજપ ને સબક શીખવાડી એ, કોંગ્રેસના ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડીએ.

કોંગ્રેસના તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવી લખ્યું કે જંગી બહુમતીથી વિજયી થઈ પ્રજાના કાર્યોમાં જોડાવ અને જનતાની સુખાકારી માટે કાર્યરત રહી તેવી શુભેચ્છાઓ.રાજ્યમાં છ મહાનગર પાલિકા એટલે કે અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ,સુરત અને વડોદરા માટે.

21 ફેબ્રુઆરી અને નગરપાલિકા જિલ્લા તાલુકા પંચાયત માટે 28 ફેબ્રુઆરી સવારના 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. રાજ્યમાં છ મહાનગર પાલિકા માટે 23 ફેબ્રુઆરીના રોજ મતદાન થશે અને તે જ દિવસે પરિણામો જાહેર કરવામાં આવશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પાસ અને કોંગ્રેસ વચ્ચે ચાલી રહેલી ધમાચકડી વચ્ચે હાર્દિક પટેલ જાણો કોને આપ્યો ટેકો? જાણો શું મૂકી પોસ્ટ?"

Leave a comment

Your email address will not be published.


*