ગુજરાત રાજ્યમાં શિયાળાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે જ્યારે ગુજરાત રાજ્યમાં ગાંધીનગર,વડોદરા,અમદાવાદ સહિત બે દિવસ ઠંડીની રાહત બાદ આજે વહેલી સવારે ફરીથી ઠંડીનો અહેસાસ જોવા મળી રહો છે.
આ પરિસ્થિતિ વચ્ચે ઠંડીને લઈને હવામાન ની આગાહી કરવામાં આવી છે.જોકે રાજ્યમાં ઠંડીથી આંશિક રાહત બાદ ઠંડીનું જોર વધ્યું છે.રાજ્યમાં આજે લઘુતમ તાપમાન માં 2 થી 3 ડિગ્રી નો ઘટાડો થશે.
જેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ત્યારે રાજ્યભરમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે.ઠંડીનો અહેસાસ હજુ પણ ફેબ્રુઆરી અંત સુધી રહેશે.ફેબ્રુઆરી ના અંત સુધીમાં કાતિલ ઠંડી પડશે.
આજરોજ વહેલી સવારથી જ ઠંડી પડતા શહેરી જનો ઠુંઠવાયા છે.જે ઠંડીનો કારણે શહેરીજનો ઠંડીથી રક્ષણ મેળવવા માટે.ફરીથી જેકેટ,સવેટર પહેરીને બહાર નીકળવા માટે મજબૂર બન્યો છે.
રાજ્યમાં સૌરાષ્ટ્ર ના ભાવનગર,સુરેન્દ્રનગર,રાજકોટ, પોરબંદર સહિત વધુ ઠંડીનો અહેસાસ જોવા મળી રહો છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર ગુજરાત અને કચ્છ માં ઠંડીનો પ્રમાણમાં વધારો થશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment