ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શાળા આ તારીખથી શરૂ થાય તેવી શક્યતા, જાણો શું શિક્ષકોને અપાયા આદેશ.

Published on: 9:13 pm, Sun, 7 February 21

ગુજરાત રાજ્યમાં કોરોનાવાયરસ ના પોઝિટિવ કેસોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે તેથી રાજ્ય સરકાર અને રાજ્યના આરોગ્ય વિભાગ રાહત શ્વાસ લીધો છે. રાજ્યમાં સિનેમા ઘર પણ ખોલવામાં આવ્યા છે અને આ ઉપરાંત તબક્કાવાર શાળાઓ ખોલવામા આવી છે.

પહેલા ધોરણ 10 અને 12 ની શાળાઓ શરૂ કરવામાં આવી હતી અને ત્યારબાદ ધોરણ 9 અને 11 માં ધોરણ ના વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્ય શરૂ કરવામાં આવ્યા છે.રાજ્ય સરકાર અન્ય ધોરણો શરૂ કરવાની વિચારણા કરી રહી હોય તેવું લાગી રહ્યું છે.

અને આ કહેવાનું કારણ માત્ર એ છે કે રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રાથમિક શાળાના શિક્ષકોને 9 ફેબ્રુઆરી એ 100 ટકા હાજરી આપવાનો આદેશ કરાયો છે.અત્યાર સુધી રાજ્ય ના શિક્ષકોને રોટેશન અનુસાર સવારના સમયે બોલાવવામાં આવતા હતા.

હવેથી 9 ફેબ્રુઆરીથી રાજ્યની તમામ પ્રાથમિક શાળાના શિક્ષકોને સવારના બદલે આખો દિવસ અને 100 ટકા શિક્ષકોને હાજર રહેવા માટે આદેશ કરવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગ દ્વારા 100 ટકા શિક્ષકોને હાજર રહેવાના.

આદેશ અપાતા 15 ફેબ્રુઆરી અથવા તો આ મહિનાના અંત સુધીમાં પ્રાથમિક વર્ગ શરૂ કરવામાં આવે તો નવાઈ નહીં. આ દેશ રાજ્ય શિક્ષણ નિયામક દ્વારા આપવામાં આવ્યો છે.સોમવારથી શાળા નો સમય સવાર ના બદલે પહેલાની જેમ આખો દિવસ કરવામાં આવ્યો છે.

ઉચ્ચ પ્રાથમિક શાળાના શિક્ષકોએ સોમવારથી 100 ટકા હાજરી આપવી પડશે અને તમામ જિલ્લાના શિક્ષણ અધિકારીઓએ આ માહિતી આપવામાં આવી છે. આ ઉપરાંત રાજ્યમાં એક માર્ચ સુધીમાં પ્રાથમિક ધોરણ 1 થી 4ની શાળાઓ શરૂ થશે.

તેવી પણ શક્યતાઓ જોવા મળી રહી છે. મહત્વનું છે કે હાલમાં રાજ્યમાં કોરોનાવાયરસ ના કેસ માં ઘટાડો થયો છે અને જ્યારે શાળાઓ શરૂ થઈ છે ત્યારે શાળાના સંચાલકો દ્વારા પણ તકેદારીઓ રાખવામાં આવી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત રાજ્યમાં પ્રાથમિક શાળા આ તારીખથી શરૂ થાય તેવી શક્યતા, જાણો શું શિક્ષકોને અપાયા આદેશ."

Leave a comment

Your email address will not be published.


*