ભારતમાં ડુંગળી ની વસ્તી કિંમતોને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તેના નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ એ નોટિફિકેશન માં કહ્યું કે,બધા પ્રકારની ડુંગળીની નિકાસ પર તત્કાલ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ડુંગળીની આ પ્રકારની નિકાસ પર કોઈ પ્રતિબંધ હતો નહીં.એક અધિકારીએ કહ્યું કે, દેશમાં ડુંગળીની કિંમત વધી ગઈ છે .અસ્થાનિક બજારમાં તેની અછત છે.
કોરોના મહામારી દરમિયાન છેલ્લા કેટલાક મહિનાઓમાં ડુંગળીની વધારે નિકાસ થઈ છે. દેશમાં એપ્રિલ-જૂન દરમિયાન 19.8 કરોડ ડોલરની ડુંગળીની નિકાસ કરી છે. છેલ્લા એક વર્ષમાં 44 કરોડ ડોલરની ડુંગળીની નિકાસ કરવામાં આવી છે. ભારતમાંથી બાંગલાદેશ, મલેશિયા, યુએઈ અને શ્રીલંકામાં ડુંગળી નું સૌથી વધુ નિકાસ થાય છે.
માત્ર પંદર દિવસ પહેલા છૂટક માં 15 થી 20 રૂપિયે વેચાતી ડુંગળીનો ભાવ 45-50 રૂપિયા કિલો પર પહોંચી ગયો છે. એશિયાના સૌથી મોટા દિલ્હીના આઝાદપુર બજારમાં આજે ડુંગળીનો હોલ સેલ રેટ 26 થી 37 રૂપિયે કિલો રહ્યો છે.
વ્યાપારીઓ નું કહેવું છે કે ડુંગળીની કિંમતોમાં ઝડપથી વધારો થવા પાછળનું કારણ ડુંગળીનો પાક ખરાબ થયો છે.વાસ્તવમાં કર્ણાટકમાં છેલ્લા દિવસોમાં ભારે વરસાદના કારણે ડુંગળીના પાકમાં ભારે નુકસાન પહોંચ્યું હતું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment