કોરોનાવાયરસ ના કેસ આવતા સુરતના આ વિસ્તારોમાં ફરી ડાયમંડ યુનિટો કરાયા બંધ.

Published on: 9:24 am, Tue, 15 September 20

કોરોનાવાયરસ ની કહેર સમગ્ર વિશ્વને હેરાન કરી રહી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા લોકોને વારંવાર કોરોના વિશે સમજાવતા અને તેની સામે લડવા માટે વિશેષ માહિતી આપી રહ્યા છે. સરકારનું નહીં માનીને કોરોના ને ધ્યાનમાં લીધા વગર કેટલાક લોકો માસ્ક પહેરતા નથી અને સોશીયલ ડિસ્ટન્સ પણ જાળવતા નથી.

કોરોનાવાયરસ ના વધુ પડતા કેસ આવતા સુરત શહેરના સમગ્ર ડાયમંડ અને થોડાક સમય પહેલા બંધ કરવામાં આવ્યા હતા. રાજ્ય સરકાર દ્વારા વિશેષ ગાઈડ લાઈન બહાર પાડી ડાયમંડ યુનિટ ચાલુ કરવા માટે રાજ્ય સરકારે પરમિશન આપી હતી. સુરતના કતારગામની ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં હજુ પણ રત્ન કલાકારો પોઝિટિવ આવી રહા હોય તે યુનિટો બંધ કરવાની કાર્યવાહી પાલિકાએ હાલમાં હાથ ધરી છે.

કતારગામની નંદુડોશીની વાડી પાસે HVK હાઉસના 16 રત્ન કલાકારો પોઝિટિવ આવતા યુનિટ બંધ કરવામાં આવ્યું છે. કાસા નગર ખાતે SRK હાઉસમાં 2 રત્નકલાકારો પોઝિટિવ આવતા એક માળ નો શેલ વિભાગ બંધ કરવામાં આવ્યો છે.ગોતાલાવાડી કેસરબા માર્કેટ નું ડાયમંડ હાઉસમાં એક કેસ આવતા યુનિટ બંધ કરવામાં આવ્યું છે.

 નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "કોરોનાવાયરસ ના કેસ આવતા સુરતના આ વિસ્તારોમાં ફરી ડાયમંડ યુનિટો કરાયા બંધ."

Leave a comment

Your email address will not be published.


*