ગુજરાત સરકારની વિરુદ્ધમાં આ લોકો છે આંદોલનના મૂડમાં, જાણો સમગ્ર મામલો

234

રાજ્ય સરકાર દ્વારા મોંઘવારી સહિતના ભથ્થાંની અટવાયેલી ચુકવણી તથા પગાર કાપ ની હિલચાલ સામે સરકારી કર્મચારીઓમાં આંદોલનનો સળવળાટ સર્જાયો છે. એકાદ વર્ષથી અટકેલી ભથ્થા ચુકવણી તાત્કાલિક આપવા સહિતની માંગ સાથે લડત માંડવાની હિલચાલ શરૂ કરવામાં આવી છે.ગુજરાત રાજ્ય કર્મચારી મંડળના ટોચના સૂત્રોએ જણાવ્યું છે કે જુલાઈ 2019 થી ડિસેમ્બર 2019 ના છ મહિના નું વધારાનું ત્રણ ટકા મોંઘવારી ભથ્થું ચૂકવવાની જાહેરાત થઈ હતી.

પરંતુ તેનો એક વર્ષે પણ અમલ થયો નથી. આ દરમિયાન કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2020 માં વધારાના 5% મોંઘવારી ભથ્થાની જાહેરાત કરી દીધી હતી તે વિશે તો હજુ રાજ્ય સરકારોએ કોઈ પણ નિર્ણય લીધેલ નથી.રાજ્ય સરકારે માર્ચ 2021સુધી વધારાના મોંઘવારી કે અન્ય ભથ્થા નહીં ચૂકવવાનો નિર્ણય લીધો છે.

કોરોના કાળ પુવૅજ જાહેર થઈ ચૂકેલા મોંઘવારી ભથ્થા તાબડતોબ આપી દેવા જોઈએ. આ સિવાય કર્મચારીઓના પગારમાં 30 ટકાનો કાપ મૂકવાની કથિત હિલચાલ સામે પણ અત્યારથી જ કર્મચારીઓમાં ગણગણાટ શરૂ થયેલ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!