ગુજરાતમાં એકવાર ફરી વરસાદી માહોલ જામ્યો છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં પાંચ દિવસ વરસાદી માહોલ બની રહેશે. દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત પર હળવી સિસ્ટમ કાર્યરત થવાને કારણે એક વાર ફરી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ નો ત્રીજો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 128 તાલુકોમાં વરસાદ નોંધાયો છે. કચ્છના મુન્દ્રા માં માત્ર બે કલાકમાં 3.72 ઇંચ વરસાદ નોંધાયો છે.
સૌરાષ્ટ્રમાં વધારે વરસાદ પડતા ખેડૂતોને ચિંતા વ્યક્ત કરી છે. ચાલુ વર્ષે ચોમાસાની શરૂઆત થતાં એકધારો વરસાદ પડ્યો હતો. માત્ર સાત દિવસ વિરામ લીધા બાદ છેલ્લા ત્રણ દિવસથી છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. જામનગર જિલ્લાની વાત કરીએ તો અહી મેઘની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી.છેલ્લા 24 કલાકમાં લાલપુરમાં 4 ઈંચ,કાલાવડમાં 3 ઈંચ, જામનગર શહેરમાં 1 ઈંચ વરસાદ પડ્યો છે.
નીચાણવાળાવિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા.મોરબીજિલ્લામાં પણ મેઘે જમાવટ પાડી દીધી હતી.મોરબીમાં 24 કલાકમાં 2 ઈંચ, ટંકારામાં 1.5 ઇંચ અને વાંકાનેરમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. જૂનાગઢ જિલ્લામાં પણ ધમાકેદાર બેટીંગ સાથે વિસાવદરમાં 1 ઈંચ વરસાદ નોંધાયો હતો.
સાર્વત્રિક વરસાદ પડતાં ઠંડક પ્રસરી ગઇ છે. કચ્છ જિલ્લામાં પણ ફરી મેઘ મહેર જોવા મળી છે. ભુજ શહેરમાં છેલ્લા 24 કલાકમાં એક ઈંચ વરસાદ પડ્યો છે. ભારે બફારા બાદ વરસાદથી ઠંડક પ્રસરી ગઇ હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!