લગ્નમાં જઈ રહેલા 5 યુવકોને રસ્તામાં નડ્યો અકસ્માત, 4 યુવકોના કરૂણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના

Published on: 10:38 am, Sun, 24 April 22

અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધતી જાય છે. અત્યાર સુધીમાં ઘણા નિર્દોષ લોકોએ અકસ્માતની ઘટનાઓમાં પોતાના જીવ ગુમાવ્યા છે. ત્યારે મેધપુરમાં બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર મેધપુરમાં કાર અને બોલેરો વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

અકસ્માતના પગલે એક સાથે 4 યુવકો કાળનો કોળિયો બની ગયા હતા. અકસ્માતમાં કાર અને બોલેરો વચ્ચે ટક્કર એટલી જબરદસ્ત હતી કે, 2 યુવકોનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઈ ગયું હતું. જ્યારે એક યુવકનું હોસ્પિટલ જતી વખતે રસ્તામાં કરૂણ મૃત્યુ થયું હતું.

જ્યારે અન્ય એક યુવકનું શનિવારના રોજ સારવાર દરમિયાન બપોરના સમયે કરૂણ મૃત્યુ થયું હતું. આ ઘટના બનતા જ પરિવારમાં માતમ છવાઇ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. આ ગંભીર અકસ્માતની ઘટના શુક્રવારના રોજ મોડી રાત્રે લક્ષ્મીપુર-ચંદી ગામ પાસે બન્યો હતો.

આ અકસ્માતની ઘટનામાં અભિષેક, કેશવ, દિલખુશ અને મિટ્ટનું કરૂણ મૃત્યુ થયું છે. અકસ્માતની ઘટના બન્યા બાદ બોલેરો કાર ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. મળતી માહિતી અનુસાર પાંચ યુવકો લગ્નમાં જવા માટે નીકળ્યા હતા.

ત્યારે રસ્તામાં એક જબરદસ્ત વળાંક પર સામેથી આવતી બોલેરો કાર સાથે તેમની કારની જબરદસ્ત ટક્કર થઈ હતી. ટક્કર એટલી જબરદસ્ત હતી કે, બે લોકોના ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થઈ ગયા હતા. જ્યારે હોસ્પિટલ લઈ જતી વખતે કેશવ રસ્તામાં કરૂણ મૃત્યુ થયું હતું.

અને શનિવારના રોજ બપોરે સારવાર દરમિયાન મીટ્ટનું કરૂણ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃત્યુ પામેલા યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યા હતા. અકસ્માતના પગલે ચારે બાજુ માતમ છવાઇ ગયો હતો. પોલીસ હવે આગળની તપાસ કરી રહી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લગ્નમાં જઈ રહેલા 5 યુવકોને રસ્તામાં નડ્યો અકસ્માત, 4 યુવકોના કરૂણ મૃત્યુ – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*