વડોદરામાં બાઇક પર જઈ રહેલા 25 વર્ષીય યુવકને અજાણ્યા વાહન ચાલક લગાવી જબરદસ્ત ટક્કર, યુવકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…

Published on: 10:56 am, Sun, 24 April 22

ગુજરાત રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી અકસ્માતની ઘટનાઓ વધી ગઈ છે. ત્યારે વડોદરાના માંગલેજ ગામ નજીક બનેલી ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતની ઘટનામાં 25 વર્ષીય એક યુવકનું કરુણ મૃત્યુ થયું છે. મળતી માહિતી અનુસાર અજાણ્યા વાહન ચાલકે એક બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી.

આ ઘટનામાં બાઈક સવાર 25 વર્ષીય પ્રકાશ અણદાસમ ફૌજી નામના યુવકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું. ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે મૃત્યુ પામેલા યુવકના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યું હતું.

મૃત્યુ પામેલા યુવકના પરિવારજનોએ અજાણ્યા વાહનચાલક સામે કરજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલકની શોધખોળ શરૂ કરી છે. મૃત્યુ પામેલો યુવક તક્ષશિલા સોસાયટી, ચાણક્યપુરી વડોદરામાં રહેતો હતો.

મળતી માહિતી મુજબ 25 વર્ષીય પ્રકાશ પોતાની બાઇક લઇને નેશનલ હાઈવે 48 ભરૂચ વડોદરા રોડ ઉપર જઈ રહ્યું હતું. ત્યારે રસ્તામાં કુસ્ટર કેલિકો કંપની નજીક માંગલેજ ગામ પાસે એક અજાણ્યા વાહનચાલકે પ્રકાશની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે, બાઈક સવાર 25 વર્ષે પ્રકાશનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ થયું હતું.

ઘટનાના પગલે ઘટના સ્થળે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રકાશના મૃત્યુના કારણે પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વડોદરામાં બાઇક પર જઈ રહેલા 25 વર્ષીય યુવકને અજાણ્યા વાહન ચાલક લગાવી જબરદસ્ત ટક્કર, યુવકનું ઘટનાસ્થળે કરુણ મૃત્યુ…"

Leave a comment

Your email address will not be published.


*