લગ્નના 4 દિવસ પહેલા યુવાને પોતાની પ્રેમિકા સાથે વડોદરા પાસે નર્મદા કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો સમગ્ર ઘટના

Published on: 3:56 pm, Mon, 4 April 22

વડોદરામાં બનેલી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ વડોદરા પાસે નર્મદા કેનાલમાં પ્રેમી પંખીડાઓએ એક સાથે કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટુંકાવ્યું છે. આ ઘટના બનતાં ભારે ચકચાર મચી ગઇ હતી. ત્રણ દિવસ બાદ બંનેના એકબીજા સાથે બાંધેલા હાથમાં મૃતદેહ મળી આવ્યું છે.

35 વર્ષીય પ્રવિણ રાઠોડ નામના યુવકે જરોદ પોલીસ સ્ટેશનમાં પોતાના ભાઈ અન્ય કોઈ યુવતી સાથે નર્મદા કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટુંકાવ્યું છે તેવી હકીકત જણાવી હતી. મૃત્યુ પામેલા યુવકનું નામ દિલીપ હતું અને તેની ઉંમર 19 વર્ષની હતી.

દિલીપ 5 બહેનો અને 3 ભાઇઓમાં સૌથી નાનો હતો. તેની થોડાક દિવસો પહેલા જ અમરાપુરની યુવતી સાથે સગાઈ કરી હતી. 7 એપ્રિલના રોજ દિલીપના લગ્ન હતા. પરંતુ દિલીપ અન્ય યુવતીને પ્રેમ કરતો હતો. ઘરમાં લગ્ન હોવાના કારણે દિલીપ ના મોટા ભાઈ દિલીપ ના લગ્નની કંકોત્રી વહેંચવા માટે નીકળ્યા હતા.

ત્યારે દિલીપ ઘરમાં કોઈને પણ કશુંક કીધા વગર પોતાની બાઈક લઈને નીકળી જાય છે. ઘરેથી નીકળ્યા બાદ દિલીપ પોતાની પ્રેમિકા ઉર્મિલાને બાઈક ની પાછળ બેસાડીને રાજપુરા ગામે કેનાલ પાસે પહોંચે છે. ઉર્મિલાની ઉંમર 18 વર્ષની હતી. કેનાલ પાસે બાઈક પાર્ક કરીને દિલીપ પોતાની પ્રેમિકા ઉર્મિલા સાથે કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટૂંકાવી લે છે.

રવિવારના રોજ બંનેના મૃતદેહ રૂપાપુરાની કેનાલમાં તરતા દેખાયા હતા. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસે બંનેના મૃતદેહને કબજે લઇને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલ્યા હતા. આ ઘટનાની જાણ બંનેના પરિવારજનોને થતાં પરિવારમાં માતમ છવાઇ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "લગ્નના 4 દિવસ પહેલા યુવાને પોતાની પ્રેમિકા સાથે વડોદરા પાસે નર્મદા કેનાલમાં કૂદીને પોતાનું જીવન ટુંકાવ્યું – જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*