વેસ્ટ માંથી બેસ્ટ! સુરતની આ દીકરી મંદિરોમાં કચરામાં જતા ફુલમાંથી ખૂબ જ સારા સાબુ અને સ્પ્રે બનાવે છે, દર મહિને કરે છે આટલી કમાણી…

Published on: 4:12 pm, Mon, 4 April 22

આજે અમે તમને તેના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ એ વાત સાંભળીને તમને અચૂક નવાઈ લાગશે. આધુનિક યુગમાં તો અમુક લોકો એવા જોવા મળે છે કે જેઓ વેસ્ટ માંથી બેસ્ટ વસ્તુઓ બનાવતા હોય છે. ત્યારે સુરતની એક દીકરી એ સાબિત કરી બતાવ્યો છે કે જેણે આપણે જેને નકામા ફૂલો સમજીને ફેંકી દઈએ છીએ તેમાંથી કે દીકરીએ વેસ્ટ ફૂલોના બેસ્ટ એવો ઉપયોગ કરીને અત્તર અગરબત્તી સાબુ મીણબત્તી જેવા સુગંધીદાર પદાર્થ બનાવે છે.

આ દીકરીની ઉંમર 22 વર્ષ છે જે સુરતની રહેવાસી છે. જેનું નામ મૈત્રી જરીવાલા છે. તે એક સાદા પરિવારમાંથી પસાર થતી આવે છે. આ દીકરીનો અભ્યાસ કેમિકલ એન્જિનિયરિંગ સુધી છે. તેથી તેને વેસ્ટ પ્રોડક્ટમાંથી બેસ્ટ પ્રોડક્ટ બનાવવાનું સારું એવું જ્ઞાન પણ છે. એવું છે કે તેણે લગભગ ત્રણ વર્ષ સુધી અલગ અલગ સંસ્થાઓના કચરા પર કામ કર્યું છે.

ત્યારે અલગ-અલગ મંદિર મૈત્રી નકામા ફૂલોને એકઠા કરતી હતી અને તેમાંથી અપસાયકલ કરીને સાબુ, અગરબત્તી, મીણબત્તી, ઠંડાઈ, સ્પ્રે ,વર્મી કમ્પોસ્ટ વગેરે જેવી 10 થી વધુ જાતના ઉત્પાદનોનું ઉત્પાદન કરી બજારમાં સારો એવો નફો પ્રાપ્ત કરતી હતી. નવાઈની વાત તો એ છે કે તેને વેસ્ટફુલ માંથી બેસ્ટ ઉત્પાદન કરવાના વ્યવસાયમાંથી દર મહિને 1.5 લાખની આવક હતી અને તેણે આનો બહુ મોટો બિઝનેસ શરૂ કર્યો હતો. જેમાં ઓછામાં ઓછા સાત લોકોને નોકરી રાખ્યા છે.

આ વેસ્ટ ફૂલો માંથી બેસ્ટ ઉત્પાદન કરવાની રીત જણાતા તેણે કહ્યું કે, આપણી આસપાસ નકામા ફૂલો સરળતાથી મળી રહેશે જેની મદદથી તમે સારા વસ્તુ બનાવવા માટે કરી શકો છો. અને સરળતાથી બીઝનેસ પણ સારો એવો કરી શકો છો. તેણે વધુમાં જણાવતાં કહ્યું કે અભ્યાસ પૂરો કર્યા પછી મેં જ્યારે ધંધો કરવાનું વિચાર્યું ત્યારે ઘણા લોકોએ મને ઘણી સલાહ આપી પરંતુ મેં મારો આ બિઝનેસ ચાલુ રાખ્યો.

ત્યારે મારા પોતાના પરિવારના સભ્યોએ પણ મને કહ્યું હતું કે, એન્જિનિયર દીકરીએ કચરો ભેગો કરવાને બદલે કોઈ મોટી કંપનીમાં નોકરી કરવી જોઈએ પરંતુ પીછેહઠના થઈ અને આ તમામ બાબતને અવગણી ને મેં મારો બિઝનેસ ચાલુ રાખ્યો હતો. હું દર મહિને લાખોની કમાણી કરી રહી છું અને બધાને મને સારો એવો સપોર્ટ પણ છે. ત્યારે મારા  આ બિઝનેસને વાત કોલેજ સુધી પહોંચતા કોલેજ તરફથી મને 77 હજાર રૂપિયાનું ફંડ પણ આપવામાં આવ્યું હતું જેનું મને મારા આ બિઝનેસમાં રોકાણ કર્યું.

જણાવીશ તો આ નકામા ફૂલોના પાંદડાને પતિઓ કરીને સૂર્યના તડકામાં સૂકવવામાં આવે છે અને તેને ગ્રાઈન્ડર ની મદદથી બારીક પાવડર તૈયાર કરીએ છીએ પછી આ પાવડર માંથી વિવિધ પ્રકારના ઉત્પાદનો તૈયાર કરવામાં આવે છે, એટલું જ નહીં પરંતુ તેને અંતે આ ઉત્પાદનનો લેબલિંગ અને પેકેજીંગ પણ કરીએ છીએ. ક્યારેક કેટલી વાર બધાને માંગને પૂર્ણ કરવા માટે ફૂલોને સુકવ્યા પણ છે અને એ પણ છે જેમાંથી સારો સ્પ્રે બની શકે અને કિંમત પણ વધુ મળી શકે.

જો તમને પણ આ વાત સાંભળીને એન્જિનિયરિંગ મૈત્રી ની જેમ વેસ્ટ માંથી બેસ્ટ ઉત્પાદન અને બેસ્ટ વ્યવસાય કરવા ઈચ્છતા હોય તો તમારે પણ અને પ્રેક્ટિકલ તાલીમ લેવા જે તાલીમ તમે તમારા આસપાસની સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યુટ ઓફ મેડિસિન એન્ડ એરોમેટિક પ્લાન (CIMAP) દ્વારા તાલીમ મેળવી શકો છો અને આ કોષ માત્ર બેથી ત્રણ દિવસનો જ હોય છે અને લગભગ ચાર હજાર રૂપિયા ફી લેવામાં આવે છે.

ઇન્સ્ટિટયૂટ દ્વારા તમને આના વિશે તાલીમ આપવામાં આવે છે, અને ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ વેસ્ટ મેનેજમેન્ટ ભોપાલમાં થી પણ તમને આ ટ્રેનિંગ મેળવી શકો છો આ ઉપરાંત હાલ તમને બધી જ માહિતી જે સોશિયલ મીડિયાના માધ્યમથી મળી રહે છે તેના દ્વારા પણ મેળવી શકો છો અને તમે પણ સમય ત્રીજા વાળાની જેમ લાખો રૂપિયાનો બિઝનેસ કરી શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "વેસ્ટ માંથી બેસ્ટ! સુરતની આ દીકરી મંદિરોમાં કચરામાં જતા ફુલમાંથી ખૂબ જ સારા સાબુ અને સ્પ્રે બનાવે છે, દર મહિને કરે છે આટલી કમાણી…"

Leave a comment

Your email address will not be published.


*