ઉનાળાની ગરમીથી બચવા માટે ઘરમાં આ કાગળ લગાવશો, તો AC કે કુલરની જરૂર નહિ પડે – જાણો શું છે આ કાગળ…

Published on: 3:32 pm, Mon, 4 April 22

હાલમાં ઉનાળાની ઋતુ ચાલી રહી છે. ઉનાળામાં પડી રહેલી જોરદાર ગરમીથી બચવા માટે લોકો પોતાના ઘરમાં AC અને કુલરનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે આજે આપણી એક નવી શોધ વિશે જાણવાના છે. આ શોધથી આપણે આગામી દિવસોમાં એસી અને કુલર જેવા સાધનોનો ઉપયોગ કદાચ નહીં કરીશું.

કોલોરાડો યુનિવર્સિટીના બે વૈજ્ઞાનિકોએ એક એવી ખાસ પ્લાસ્ટિક રેપ તૈયાર કરી છે. તેને ઘરમાં લગાવશો તો ઘરનું તાપમાન ઠંડુ રહેશે. આ દાવ વૈજ્ઞાનિક રોંગ્ગૂઈ યૈંગ અને જિયાબો યિનનો છે. તૈયાર કરવામાં આવેલું આ પ્લાસ્ટિક રેડિએટિવ કુલિંગ પ્રોસેસ દ્વારા કામ કરે છે.

આ પ્લાસ્ટિક રેપને ફિલ્મ પણ કહેવાય છે. બંને વૈજ્ઞાનિકોનો દાવો છે કે ફિલ્મના ઉપયોગમાં કોઈપણ પ્રકારની વીજળીની જરૂર પડતી નથી. આ ફિલ્મને મોટી મોટી બિલ્ડીંગો, ઘર અથવા તો ઓફિસમાં લગાવી શકાય છે. બંને વૈજ્ઞાનિકોનો દાવો છે કે, આ ફિલ્મ રૂમની અંદર લગાડવામાં આવે તો ફિલ્મ રૂમનું તાપમાન ઘટાડે છે અને ઠંડકનો અહેસાસ આપે છે.

વૈજ્ઞાનિકોએ આ ફિલ્મ polymethylpentene નામના પદાર્થ માંથી બનાવ્યો છે. જેમાં કાચના નાના નાના ટુકડાનું મિશ્રણ કરવામાં આવે છે. આટલું જ નહીં પરંતુ આ ફિલ્મમાં એક તરફ સિલ્વરનું કટિંગ કરવામાં આવે છે. સિલ્વર કોટિંગ સૂર્યના કિરણો કરવાનું કામ કરે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે

જો બહાર વાતાવરણનું તાપમાન 40 ડિગ્રીથી ઓછુ હોય તો, 20 સ્ક્વેયર મીટરની આ ફિલ્મ એક ઘરનું તાપમાન 20 ડિગ્રી સુધી લાવી શકે છે. આ ફિલ્મની ભાવની વાત કરીએ તો, એક સ્ક્વેયર મીટર ફિલ્મની કિંમત અંદાજે 50 અમેરિકન સેંટ થાય છે. એટલે કે ભારતના રૂપિયા પ્રમાણે 32 રૂપિયા થાય છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ઉનાળાની ગરમીથી બચવા માટે ઘરમાં આ કાગળ લગાવશો, તો AC કે કુલરની જરૂર નહિ પડે – જાણો શું છે આ કાગળ…"

Leave a comment

Your email address will not be published.


*