3 બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી : બાઈક અને કાર વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો, 1 મહિલાનું મૃત્યુ, બે લોકો ઈજાગ્રસ્ત…

Published on: 10:50 am, Thu, 16 December 21

આજકાલ ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં અકસ્માતમાં ઘણા નિર્દોષ પોતાના જીવ ગુમાવ્યા હશે. ત્યારે દાવોલ પાસે બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ આમરોલ ગામના અશોક ભાઈ ગણપતભાઈ પરમાર બુધવારના રોજ બપોરના સમયે પોતાની પત્ની અલ્પાબેન અને ત્રણ બાળકો રિયા, વિધા અને હર્ષને લઈને બોરસદ ખાતે બાળકોની હોસ્પિટલ જવા માટે નીકળ્યા હતા.

જ્યારે તેઓ બપોરના સમયે દાવોલ ક્રિષ્ના પાર્ક પાસે થી પસાર થઇ રહ્યા હતા ત્યારે પૂરપાટ ઝડપે આવી રહેલી વેગેનાર કારએ પાછળથી અશોકભાઈની બાઇકને જબરદસ્ત ટક્કર લગાવી હતી. ચક્કર લગાવતા અશોકભાઈ એમના પત્નિ અને બાળકો જમીન પર પડ્યા હતા.

અકસ્માતમાં અશોકભાઇના પત્ની અલ્પાબેનને ગંભીર ઈજા પહોંચી હતી તે કારણોસર તેમનું ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ થઈ ગયું હતું. અકસ્માતમાં અશોકભાઈ પણ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના બનતા જ આસપાસના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને 108 મારફતે અશોકભાઈ અને એક બાળકની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનાને લઇને બોરસદ ટાઉન પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતમાં અલ્પાબેનનો મૃત્યુ થતાં ત્રણ બાળકોએ પોતાની માતાની છત્રછાયા ગુમાવી છે. આ ઘટનાની જાણ થતાં પરિવારમાં શોકનું વાતાવરણ છવાઇ ગયું હતું.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!b