ભાવનગરમાં રોડ પર એક બેકાબૂ ટેન્કર ચાલકે બાઇક પર જઇ રહેલા યુવાનને લીધો અડફેટેમાં, યુવાનનું મૃત્યુ…

Published on: 10:38 am, Thu, 16 December 21

આજકાલ અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ઘણી વખત અકસ્માતમાં એક જણાની બેદરકારીના કારણે પાછળ કેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવવો પડે છે. ત્યારે ભાવનગરમાં વિઠ્ઠલ વાડી વિસ્તારમાં રહેતા એક યુવાનની અકસ્માત નડ્યો છે.

વિઠ્ઠલ વાડી વિસ્તારમાં રહેતો યુવાન તેના પિતાને લઈને બાઈક પર કુંભારવાડા-ગઢેચીવડલા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન એક ટેન્કર ચાલકે તેમની બાઇકને અડફેટેમાં લીધી હતી.

આ અકસ્માતમાં યુવકને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર દરમિયાન તેને પોતાનો જીવ ગુમાવ્યો હતો.

મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવાનનું નામ પ્રદિપ અજીતભાઈ ચાવડા છે તેની ઉંમર 22 વર્ષની હતી. તે પોતાના પરિવાર સાથે જૂની વિઠ્ઠલ વાડી વિસ્તારમાં રહેતો હતો.

પ્રદીપ સવારે પોતાની બાઈક પર તેના પિતાને લઈને કુંભારવાડા-ગઢેચીવડલા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે એક પાણીના ટેન્કર ચાલકે પ્રદીપની બાઇકને અડફેટેમાં લીધી હતી. આ અકસ્માતમાં પ્રદીપને પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

તેથી તેની સારવાર માટે સૌપ્રથમ ભાવનગરની સર.ટી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઇ જતી વખતે તેને રસ્તામાં જ પોતાનો દમ તોડયો હતો. ઘટનાની જાણ થતા પોલીસે ટેન્કર ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!