ગાંધીનગરમાં 19 વર્ષના એક યુવકે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું – જાણો સમગ્ર ઘટના

Published on: 11:13 am, Thu, 16 December 21

આજકાલ દિવસેને દિવસે જીવન ટૂંકાવવાની ઘટનાઓ વધી રહી છે. ત્યારે ગાંધીનગરમાં બનેલી તેવી ઘટના સામે આવી છે. ગાંધીનગરમાં એક 19 વર્ષના યુવકે પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાઇને પોતાનું જીવન ટુંકાવ્યું હતું. આ ઘટના ગઇકાલે બની હતી.

મળતી માહિતી અનુસાર ગાંધીનગરના સેક્ટર-7 શ્યામજી કૃષ્ણ વર્મા પાર્કમાં રહેતા અને પોલીસ ભવન ખાતે આઈડીમા ફરજ બજાવતાં ઇન્ટેલિજન્સ ઓફિસરના 19 વર્ષના પુત્રે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટુંકાવ્યું હતું.  મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા યુવકનું નામ મોક્ષ હતું.

તે અમદાવાદ ખાતે સેનેટરી ઈન્સ્પેક્ટરનો અભ્યાસ કરતો હતો. પરિવારમાં મોટી દીકરી શિવાની ના લગ્ન હોવાથી સમગ્ર પરિવાર વતન છોટાઉદયપુર ગયું હતું. ત્યારે ગઇકાલે પરિવાર લગ્નની સંપૂર્ણ વિધિ પૂરી કરીને ઘરે પરત ગાંધીનગર આવ્યું હતું.

ત્યારબાદ મોક્ષ અંદરના રૂમમાં ભણવા માટે ગયો હતો. તેને રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. થોડીકવાર બાદ પ્રદીપભાઈ જ્યારે કપડા બદલવા રૂમનો દરવાજો ખખડાવે છે. ત્યારે રૂમની અંદરથી કાંઈ પણ જવાબ મળતો નથી.

ત્યારબાદ પ્રદીપભાઈ મોક્ષ ને ફોન ઉપર ફોન કરે છે પરંતુ મોક્ષ ફોન ઉઠાવતો નથી. ત્યારબાદ પ્રદીપભાઈ જેમ તેમ કરીને દરવાજો ખોલે છે અને દરવાજો ખોલતા જ પોતાના પુત્રનું મૃતદેહ પંખા સાથે લટકતી તેમને જોવા મળે છે. આ ઘટના બનતા જ મોક્ષ ના માતા પિતા ના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

ત્યારબાદ મોક્ષ અને તાત્કાલિક ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં ફરજ પર હાજર ડોક્ટરે મોક્ષ અને મૃત જાહેર કર્યો હતો. મોક્ષ એ કયા કારણોસર પોતાનું જીવન ટુંકાવ્યું તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!