મહાદેવના દર્શન કરીને ઘરે જતી 2 સગી બહેનોને ઝડપી ડમ્પરે કચડી નાખી… બંને બહેનોનું એક સાથે કમકમાટીભર્યું મોત…

Published on: 6:13 pm, Sat, 2 September 23

હાલમાં બનેલી એક રુવાડા ઉભા કરી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ અકસ્માતની ઘટનામાં એક ડમ્પર ચાલકે બે સગી બહેનોને કચડી નાખી હતી. આ કારણોસર બંને બહેનોનું એક સાથે કમકમાટીભર્યું મોત થયું હતું. અકસ્માતની ઘટના આજરોજ સવારના સમયે બની હતી. મળતી માહિતી અનુસાર બંને બહેનો સવારે શાળાએ જવા માટે નીકળી હતી.

यह फोटो हादसे में जान गंवाने वाली दोनों बहनों की है।

પરંતુ બંને બહેનો શાળાએ જાય તે પહેલા બંને મહાદેવના દર્શન કરવા માટે ગઈ હતી. મહાદેવના દર્શન કરીને બંને બહેનો પરત ફરી રહી હતી. આ દરમિયાન એક ઝડપી ડમ્પરે પાછળથી બંનેને જોરદાર ટક્કર લગાવી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે એક બહેનનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે બીજી બહેનનું હોસ્પિટલમાં મોત થયું હતું.

આ અકસ્માતની ઘટનામાં મૃત્યુ પામેલી એક બહેનનું નામ અવનિકા હતું અને તેની ઉંમર 12 વર્ષની હતી. જ્યારે બીજી બહેનનું નામ અવન્યા હતું અને તેની ઉંમર 10 વર્ષની હતી. આ ભયંકર અકસ્માતની ઘટના ઉત્તરપ્રદેશના સહારનપુરમાંથી સામે આવી રહી છે. બંને બહેનો એક જ સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. આજરોજ બંને બહેનો સ્કૂલ ડ્રેસ પહેરીને સ્કૂલે જતા પહેલા મહાદેવના મંદિરે દર્શન કરવા માટે ગઈ હતી.

બંને બહેનો દર્શન કરીને જ્યારે ઘરે પરત ફરી રહી હતી. આ દરમિયાન એક ડમ્પરે બંને બહેનોને કચડી નાખી હતી. અકસ્માતની ઘટના બન્યા બાદ ડમ્પર ચાલક ઘટના સ્થળે ડમ્પર મૂકીને ફરાર થઈ ગયો હતો. ઘટનાની માહિતી મળતા પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. ત્યારબાદ પોલીસ બંને બહેનોને સારવાર માટે હોસ્પિટલ લઈ ગઈ હતી. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે બંને બહેનોને મૃત જાહેર કરી હતી.

બંને દીકરીઓના મોતના સમાચાર મળતા જ પરિવાર ઉપર દુઃખનો પહાડે તૂટી પડ્યો હતો હાલમાં તો સમગ્ર ઘટનાને લઈને પોલીસે આરોપી ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને તેની શોધખોળ શરૂ કરી દીધી છે. બંને બહેનોનું એક સાથે મોત થતા પરિવારજનો અને ગામના લોકોમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "મહાદેવના દર્શન કરીને ઘરે જતી 2 સગી બહેનોને ઝડપી ડમ્પરે કચડી નાખી… બંને બહેનોનું એક સાથે કમકમાટીભર્યું મોત…"

Leave a comment

Your email address will not be published.


*