120ની સ્પીડમાં આવતા બોલેરોએ પીપળાની ઝાડની નીચે બેઠેલા 3 લોકોને કચડી નાખ્યા… કાકા,-ભત્રીજાનું એક સાથે કરુણ મોત…

Published on: 5:36 pm, Sat, 2 September 23

હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી અકસ્માતની ઘટના સામે આવી રહી છે. આ ઘટનામાં એક બેકાબુ બોલેરો કારે રસ્તાની બાજુમાં પીપળાના ઝાડ નીચે બેઠેલા ત્રણ લોકોને કચડી નાખ્યા હતા. અકસ્માત આટલો ભયંકર હતો કે બે લોકોના આ ઘટનામાં કરુણ મોત થયા હતા. જાણવા મળી રહ્યું છે કે આ અકસ્માતની ઘટના શુક્રવારના રોજ મોડી રાતે બની હતી.

આ અકસ્માતની ઘટના બિહારમાંથી સામે આવી રહી છે. મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે, અકસ્માતની ઘટના બની ત્યારે બોલેરો કાર 120ની સ્પીડમાં હતી. મળતી માહિતી અનુસાર બોલેરો કારની ટક્કર એટલી જોરદાર હતી કે, ઝાડની નીચે બેઠે આ ત્રણેય વ્યક્તિઓ ફંગોળાઈને 25 થી 30 મીટર દૂર જઈને પડ્યા હતા.

જ્યારે આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા વૃદ્ધ વ્યક્તિની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે. સમગ્ર ઘટનાને લઈને વિગતવાર વાત કરીએ તો આ ઘટનામાં 50 વર્ષીય ગણેશ રામ અને 60 વર્ષીય કમલા રામ નામના વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી અનુસાર મૃત્યુ પામેલા બંને વ્યક્તિઓ સંબંધમાં કાકા ભત્રીજો થાય છે.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. ત્યારબાદ અકસ્માતની ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા ત્રણેય લોકોને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં હોસ્પિટલમાં હાજર ડોક્ટરે ગણેશ રામ અને કમલા રામને મૃત જાહેર કર્યા હતા. જ્યારે નારાયણ સિંહ નામના વ્યક્તિની સારવાર હાલમાં હોસ્પિટલમાં ચાલી રહે છે.

આ ઘટના બનતા જ મૃતકોના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. ઘટનાની માહિતી મળ્યા બાદ પોલીસ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "120ની સ્પીડમાં આવતા બોલેરોએ પીપળાની ઝાડની નીચે બેઠેલા 3 લોકોને કચડી નાખ્યા… કાકા,-ભત્રીજાનું એક સાથે કરુણ મોત…"

Leave a comment

Your email address will not be published.


*