પિતા અને નાનકડી એવી દીકરીએ સાથે એવો જબરદસ્ત ડાન્સ કર્યો કે… વીડિયો જોઈને દિલ ખુશ થઈ જશે…

Published on: 6:21 pm, Sat, 2 September 23

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઈને આપણને નવાઈ લાગે છે. સોશિયલ મીડિયા પર ઘણી વખત નાના બાળકોના વિડિયો પણ વાઇરલ થતા હોય છે જે જોઈને આપણે ચોકી જઈએ છીએ. બાળકો તેમની માતાની ખૂબ જ નજીક હોય છે તેઓ તેની સાથે દરેક વસ્તુ શેર કરે છે.

પરંતુ તેઓ તેમના પિતા સાથે ખાસ સંબંધ ધરાવે છે જ્યાં માતા ઘણી વખત કડકતા બતાવે છે ત્યાં પિતા તેમની સાથે મજાક મસ્તી કરે છે. છોકરીઓ તેમના પિતાથી વધુ નજીક હોય છે, જ્યારે બંનેની જોડી કઈ પણ કરે છે ત્યારે બધા તેમને જોતા જ રહે છે. હાલમાં એક ફંકશન દરમિયાન કંઈક આવું જ બન્યું હતું જ્યારે એક પિતા અને તેની ક્યુટ પુત્રી સાથે મળીને એક ગીત રજૂ કર્યું હતું.

બંને વચ્ચેનો પ્રેમ અને મસ્તી જોવા જેવી છે પણ છોકરી તમારું દિલ જીતી લેશે. ઈન્સટ્રાગ્રામ પર ગવ્યા ઓમ નામનુ એક એકાઉન્ટ છે જે નાની છોકરી નું છે, હાલમાં જ તેના એકાઉન્ટ પર એક વિડિયો ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં તે અને તેના પિતા શાહરુખ ખાન અને કાજલ ના ગીત “યે લડકા હૈ દિવાના” પર અદભુત ડાન્સ કરતા જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Gavya-Om (@gavya_om)

વાયરલ વીડિયોમાં બાળકી અને તેના પિતા એક ફંકશનમાં સ્ટેજ પર પર્ફોમન્સ કરી રહ્યા છે. બાળકી પોતાના પગ પર ઉભી છે પરંતુ પિતા તેની ઊંચાઈના કારણે ઘૂંટણીએ બેસેલા જોવા મળે છે. ગીતની શરૂઆતની લાઈનો પર ડાન્સ કરી રહ્યા છે, પિતા સારું પ્રદર્શન કરી રહ્યા છે. પરંતુ પુત્રીની અભિવ્યક્ત અને તેનું પ્રદર્શન જોવા જેવું છે. પ્રદર્શનના અંતે તેણે તેના પિતાને ભેટે છે જે ખૂબ જ ભાવનાત્મક દ્રશ્ય છે, લોકો આ પિતા પુત્રીની જોડીને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

અત્યાર સુધીમાં આ વીડિયોને એક કરોડ વ્યુઝ, નવ લાખથી વધુ લાઈક્સ અને હજારો લોકોએ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે. એકે કહ્યું કે તેને ઇન્ટરનેટ પર જોયેલી શ્રેષ્ઠ વસ્તુ છે. જ્યારે બીજા એ કહ્યું કે આ છોકરી દુનિયાની સૌથી નસીબદાર દીકરી છે. એકે કહ્યું કે પિતા અને પુત્રી વચ્ચેનો પ્રેમ જોઈને આંખોમાં આંસુ આવી ગયા, આ વિડિયો જોઈને ઘણા લોકોએ અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "પિતા અને નાનકડી એવી દીકરીએ સાથે એવો જબરદસ્ત ડાન્સ કર્યો કે… વીડિયો જોઈને દિલ ખુશ થઈ જશે…"

Leave a comment

Your email address will not be published.


*