ગોંડલમાં ભયંકર અકસ્માતના કારણે જન્મદિવસના દિવસે જ યુવકનું મૃત્યુ, જન્મદિવસ જ બન્યો મરણદિવસ… જાણો સમગ્ર ઘટના

Published on: 10:51 am, Sun, 9 October 22

ગુજરાતમાં અકસ્માતની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. ત્યારે ગોંડલમાં બનેલી એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે. ગોંડલથી મોવિયા ગામ નજીક દાડમા દાદા ના મંદિર પાસે બોલેરો અને ત્રીપલ સવારી બાઈ વચ્ચે ટક્કર તથા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો જોરદાર હતો કે બાઈક પર સવારે એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું.

અકસ્માતની ઘટના બન્યા બાદ આસપાસના લોકો ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. અકસ્માતના સમાચાર મૃત્યુ પામેલા યુવકના પરિવારજનોને મળતા તેના પરિવારમાં માતમ છવાઈ ગયો હતો. આ ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ ચિરાગ ભનુભાઈ ચૌહાણ હતું અને તેની ઉંમર 18 વર્ષની હતી.

ચિરાગનું મૃત્યુ તેના જન્મદિવસના દિવસે જ થયું હતું. આ ઘટના બનતા જ જન્મદિવસની ખુશીમાં માતમ છવાઈ ગયું હતું. આ ગંભીર અકસ્માતની ઘટનામાં ચિરાગના અન્ય બે મિત્રો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

સમગ્ર ઘટનાને લઈને વિસ્તૃતમાં અવાજ કરીએ તો 18 વર્ષીય ચિરાગ ભનુભાઈ ચૌહાણ, 18 વર્ષીય હિરેન રમેશભાઈ દોડીયા અને 18 વર્ષીય એમિન જગદીશભાઈ રાઠોડ નામના ત્રણ મિત્રો બાઇક પર જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં મોવીયા ગામ નજીક દાળમાં દાદાના મંદિર પાસે તેમની બાઈક અને બોલેરો કાર વચ્ચે ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો.

આ અકસ્માતની ઘટનામાં ચિરાગ નું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની ઘટના બની આબાદ આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા ઈજાગ્રસ્ત થયેલા હિરેન અને એમીનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતની ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી આવી હતી.

ચિરાગના પરિવારમાં માતા-પિતા અને બે ભાઈઓમાં ચિરાગ નાનો હતો. દરેડી ગામમાં ચિરાગ એક કપડાની દુકાન ની અંદર કામ કરતો હતો. ચિરાગના મૃત્યુના સમાચાર મળતા જ ગામના આગેવાનો અને તેમના સગા સંબંધીઓ હોસ્પિટલ પહોંચી આવ્યા હતા. આ સમગ્ર અકસ્માતની ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જન્મદિવસના દિવસે જ દીકરાનું મૃત્યુ થતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment on "ગોંડલમાં ભયંકર અકસ્માતના કારણે જન્મદિવસના દિવસે જ યુવકનું મૃત્યુ, જન્મદિવસ જ બન્યો મરણદિવસ… જાણો સમગ્ર ઘટના"

Leave a comment

Your email address will not be published.


*