સમાચાર

ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે હોસ્પિટલમાં સારવાર દરમિયાન કર્યું એવું કંઈક કામ કે જાણીને ખુશ થઈ જશો.

ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ ના શરીરમાં નબળાઈ જણાતા તેમને રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. તે રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાની માહિતી પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે સોશિયલ મીડિયાના માધ્યમથી આપી હતી.ત્યારબાદ તેનો RT-PCR ટેસ્ટ કરતાં સી.આર.પાટીલ રિપોર્ટ પોઝિટિવ આવતા તેમણે અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

પરંતુ તેઓ હોસ્પિટલમાં હોવા છતાં પણ તેમના વિસ્તારમાં રહેતા લોકોની ચિંતા કરી રહ્યા છે.ભાજપના પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલ ના મત વિસ્તારમાં રહેતા એક યુવકે તેના બાળકના અન્નનળીમાં પ્રોબ્લેમ હોવાના કારણે તેનું ઓપરેશન કરાવવા માટે પાટીલ સાહેબ પાસે મદદ માગી હતી. હોસ્પિટલમાં સારવાર લેતા સીઆર પાટીલે યુવકને 25 હજાર રૂપિયાની મદદ કરી હતી.

આ ઉપરાંત પ્રદેશ પ્રમુખ પાટીલ આ યુવકને સરકારી સહાય બાબતે પણ મદદ કરી હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. પાટીલ સાહેબ જે યુવકને મદદ કરી તેનું નામ રવિ ત્રિપાઠી છે અને તે શિક્ષક છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલી સાઇબાબા સોસાયટી માં હાલમાં રહે છે.

રવિ ત્રિપાઠી ના દીકરાને અન્નનળીમાં તકલીફ થવાના કારણે તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.ડોક્ટરોએ બાળકનું ઓપરેશન કરવાનું જણાવતા રવિ ત્રિપાઠી ટેન્શનમાં મૂક્યો હતો અને તેને પાટીલ સાહેબ સાથે વિડીયો કોલ કરી તેમણે મદદની માગણી કરી હતી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *