વાહ ભાઈ વાહ શું હિંમત છે..! પાણીમાં તણાયેલા વાછરડાને બચાવવા યુવકે જીવની પરવા કર્યા વગર એવું કામ કરી બતાવ્યું કે… વીડિયો જોઈને તમે પણ વાહ વાહ કરશો…

Published on: 4:47 pm, Tue, 9 May 23

Viral video: મિત્રો સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર દરરોજ ઘણા અલગ અલગ પ્રકારના વિડીયો વાયરલ થતા હોય છે. તમે ઘણા એવા લોકોને જોયા હશે જેવો સંકટમાં પડેલા લોકોનું જીવ બચાવવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દેતા હોય છે. ત્યારે આજે આપણે તેવા જ એક યુવકની બહાદુરી વિશે વાત કરવાના છીએ.

આ યુવકે ગાયના વાછરડાને બચાવવા માટે એવી હિંમત બતાવી કે વીડિયો જોઈને તમે પણ તેના વખાણ કરતા નહીં થાકો. હાલમાં યુવકનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વાછરડું નદી કિનારે ઉભેલું જોવા મળી રહ્યું છે.

આ દરમિયાન નદીમાં ખૂબ જ ભારે પ્રમાણમાં પાણી વહી રહ્યું છે. તેવામાં વાછરડું નદી તરફ આગળ વધે છે અને પાણીના જોરદાર પ્રવાસ સાથે તણાવવા લાગે છે. વાછરડાને પાણીમાં તણાતું જોઈને એક યુવક પોતાના જીવની પરવા કર્યા વગર પાણીના જોરદાર પ્રવાહમાં કૂદી જાય છે.

ત્યાર પછી યુવક વાછરડાને પકડીને ગમે તેમ કરીને કિનારે લાવે છે. આ દરમિયાન અન્ય એક યુવક પણ ત્યાં મદદ માટે દોડી આવે છે. ત્યારબાદ બંને મળીને વાછરડાને પાણીમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢે છે. સમગ્ર ઘટના બન્યા બાદ લોકો યુવકના કાર્યના ખૂબ જ વખાણ કર્યા છે.

હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થતો જોવા મળી રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડિયો ઈન્સ્ટાગ્રામ પર raunaksingh1170 નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Raunak Singh (@raunaksingh1170)

ત્રણ લાખથી પણ વધારે લોકો એ વીડિયોને લાઈક કરી છે અને લાખોની સંખ્યામાં લોકોએ આ વિડીયો જોયો છે. વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં યુવકની બહાદુરીની વાહ વાહ કરી રહ્યા છે અને ઘણા લોકો તો યુવકના વખાણ કરતા જ થાકતા નથી.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો